October 28th 2021

જય માતા અંબાજી

  Happy Navratri Ambe Mata Devi Wishes Animated Images Wallpapers |  Youthgiri.com | Online portal for youth 
.          .જય માતા અંબાજી

તાઃ૨૮/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્ર શ્રધ્ધાથી પુજ્ય અંબામાતાને વંદન કરતા,આરાસુરથી આવી જાય
ભક્તોની પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,માતાની પવિત્રકૃપા અનુભવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ અંબેમાતા,ગરબે રમતા ભક્તોપર પવિત્રકૃપા કરી જાય.
પવિત્રહિંદુ ધર્મમાં પરમાત્મા દેવ દેવીયોથી,ભારતદેશમાંજ જન્મ લઈ જાય 
હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભક્તોથી ઉજવાય,જે પ્રભુનીકૃપાથીજ ઉજવાય
નવરાત્રીના પવિત્રતહેવારના નવદીવસ,દુર્ગામાતાના નવસ્વરૂપનીપુંજાથાય
તાલીપાડીને ગરબેઘુમતા ભક્તો ભક્તિભાવનાથી,મા અંબાનેય પુંજી જાય 
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ અંબેમાતા,ગરબે રમતા ભક્તોપર પવિત્રકૃપા કરી જાય.
શ્રધ્ધાથી ભક્તિકરતા ભક્તો,પવિત્ર હિંદુતહેવારમાં માતાને વંદન કરી જાય
આરાસુરથી માતા અંબાજી આવે,સંગે પાવાગઢ્થી માતાકાળકા આવીજાય
અનેક પવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,એ દુનીયામાં પવિત્રદેશ થઈજાય
પવિત્ર ધર્મમાંજ શ્રી અંબે શરણં મમઃ,સંગે ૐ ક્રીં કાલિયે નમઃથીજ પુંજાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ અંબેમાતા,ગરબે રમતા ભક્તોપર પવિત્રકૃપા કરી જાય.
####################################################################
October 28th 2021

પવિત્રકૃપાળુ દુર્ગામાતા

##નવરાત્રિ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti##
           .પવિત્રકૃપાળુ દુર્ગામાતા

તાઃ૨૮/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
હિંદુધર્મમાં પવિત્ર દેવ અને દેવીઓથી,પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય
જીવને મળેલ માનવદેહને પવિત્રકૃપા મળે,જે મળેલદેહને પાવનકરી જાય
.....પવિત્ર માતાના સ્વરૂપની પુંજા કરતા,દુર્ગામાતાની ભક્તને કૃપા મળી જાય.
પવિત્રદેહથી અવનીપર જન્મ્યા માતા,જે કૃપાળુ દુર્ગામાતાથી ઓળખાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરતા,ભક્તને માતાનીકૃપાનો અનુભવ થાય 
જીવને મળેલ માનવદેહને કર્મનો સંબંધ,જે ગતજન્મના કર્મથી મળીજાય
પરમશક્તિશાળી દુર્ગા માતા છે,જેમને હિંદુધર્મમાં ધુપદીપથી વંદનકરાય
.....પવિત્ર માતાના સ્વરૂપની પુંજા કરતા,દુર્ગામાતાની ભક્તને કૃપા મળી જાય.
પાવનરાહે જીવન જીવવા માનવદેહને,હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય 
પવિત્ર દુર્ગામાતાના આશિર્વાદ મળે દેહને,જ્યાં માતાની ઘરમાં પુંજાથાય
ભક્તિની પવિત્રરાહે જીવન જીવતા માનવદેહપર,દુર્ગામાતાની કૃપા થાય
શ્રધ્ધાથી માતાને પુંજન કરીને વંદન કરતા,દુર્ગામાતા ઘરમાં પધારી જાય 
.....પવિત્ર માતાના સ્વરૂપની પુંજા કરતા,દુર્ગામાતાની ભક્તને કૃપા મળી જાય.
***************************************************************