October 5th 2021
. મળે પરમાત્માનો પ્રેમ
તાઃ૫/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને માનવદેહ મળે અવનીપર,જે જીવને કર્મનો સંગાથ આપી જાય
જગતપર જીવને આગમન વિદાય મળે,જે સમયસંગે પરમાત્મા લઈજાય
....અવનીપર અદભુતલીલા પરમાત્માની,જે ભારતમાં ભગવાનના જન્મ લઈ જય.
મળેલ માનવદેહના જીવનેસંબંધ છે,એગતજન્મના દેહના કર્મથીમેળવાય
પરમાત્માની પાવનકૃપા જે હિંદુધર્મને,પવિત્ર કરવા દેવદેવીથી જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભારતદેશમાં પવિત્રકર્મથી જીવન જીવાય
જગતપર બીજા અનેકદેશ છે,જે સમયની સાથે માનવદેહ કર્મ કરી જાય
....અવનીપર અદભુતલીલા પરમાત્માની,જે ભારતમાં ભગવાનના જન્મ લઈ જાય.
અનેકદેહથી ભારતમાં પ્રભુએ જન્મ લીધો,એ હિંદુધર્મથી જીવનપવિત્રથાય
જીવને સમયેઅવનીપર દેહ મળે,જે પરમાત્માની પવિત્રકૃપાથીજ મેળવાય
પાવનરાહે જીવનજીવવા પ્રેરણાકરી,જે ઘરમાં ધુપદીપથીપુંજાકરી વંદનથાય
માનવદેહને સમયનીસાથે ચાલવા,ભગવાનની પવિત્રકૃપાએ કર્મ કરાવીજાય
....અવનીપર અદભુતલીલા પરમાત્માની,જે ભારતમાં ભગવાનના જન્મ લઈ જાય.
###############################################################