October 7th 2021

આરાસુરના માતા

Welcome to Ambaji Temple
.         . આરાસુરના માતા 

તાઃ૭/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

આવકારુ હુ આરાસુરના અંબેમાતાને અવનીપર,જે ભક્તોપર કૃપા કરી જાય
પ્રેમ મળે પવિત્ર નવરાત્રીના તહેવારમાં,જ્યાં ભક્તો ડાંડીયા રાસ રમતા જાય
....એજ ભક્તોની શ્રધ્ધા હિંદુધર્મના,જે પવિત્ર નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
આવો આંગણે આરાસુરથી માતા,શ્રધ્ધાથી નવરાત્રીમાં ધુપદીપથી પુંજા કરાય
તમારી પવિત્રકૃપાએ મળેલદેહને સુખ મળી જાય,ના અપેક્ષા કોઇ અડી જાય
દુર્ગામાતાની કૃપા થઈ ભક્તોપર,જે નવરાત્રી માટે નવસ્વરૂપથી કૃપા કરીજાય 
ગરબે રમતા ભક્તોને સમયનો સંગાથ મળે,ત્યાં માતાની પવિત્રકૃપા મળી જાય 
....એજ ભક્તોની શ્રધ્ધા હિંદુધર્મના,જે પવિત્ર નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
ભારતમાં હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ઉજવતા,સમયે દુનીયામાં શ્રધ્ધાથી પુંજીજાય
મળેલ માનવદેહને પરમાત્માકૃપાએ,જીવનમાં મળેલદેહને પવિત્રરાહે જીવનજીવાય
પવિત્રક્ર્પા કરવાહિંદુધર્મમાં અનેકદેહથી,દેવ અને દેવીઓની પુંજાએ કૃપામળીજાય
ભારતદેશમાં ભગવાને અનેકદેહથી જન્મલીધો,જે હિંદુધર્મને જગતમાં પ્રસરાવીજાય
....એજ ભક્તોની શ્રધ્ધા હિંદુધર્મના,જે પવિત્ર નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
###################################################################
October 7th 2021

ગરબે ધુમવા નવરાત્રી


.          ગરબે ધુમવા નવરાત્રી 

તાઃ૭/૧૦/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવદેહ મળે જીવને અવનીપર,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
અદભુતલીલાછે પરમાત્માની ભુમીપર,જે ભારતદેશને પવિત્ર કરી જાય
....સમય સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની કૃપાએ ભક્તિ મળી જાય.
પવિત્રહિંદુધર્મ જગતમાં જે ભારતમાંપુંજાય,જે જીવનેદેહથી અનુભવાય
અનેક પવિત્ર તહેવાર હિંદુધર્મમાંઆવે,એ પ્રભુની કૃપાએ મળતા જાય
નવરાત્રીમાં માતા દુર્ગાની કૃપા,જે માતાના નવસ્વરૂપથી પધારી જાય
તાલીપાડીને ગરબેધુમતા ભક્તોથી,માતાના પ્રેમે દાંડીયારાસપણ રમાય
....સમય સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની કૃપાએ ભક્તિ મળી જાય.
પવિત્રશ્રધ્ધાથી નવરાત્રીને વંદન કરતા,માતાના પવિત્રદેહની કૃપા થાય
ગરબે રમવા આરાસુરથી માઅંબે આવ્યા,ને પાવાગઢ્થી માયા કાળકા
એ પવિત્રકૃપા માતાના દેહની ભક્તોપર,જે મળેલદેહને ભક્તિઆપીજાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની,જેમળેલદેહને નાકોઈ અપેક્ષાઅડીજાય  
....સમય સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની કૃપાએ ભક્તિ મળી જાય.
==============================================================
October 7th 2021

પવિત્ર નવરાત્રી આવી

**પવિત્ર નોરતા ના પ્રથમ દિવસે આરીતે પ્રસન્ન કરો માં જગદંબા ને - MotionTodayGuj | DailyHunt**
.          .પવિત્ર નવરાત્રી આવી 

તાઃ૭/૧૦/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં અનેકપવિત્ર તહેવાર મળે,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
દુર્ગા માતાની પવિત્રકૃપાએ નવરાત્રીના,નવદીવસ નવસ્વરૂપની પુંજાથાય
.....શ્રધ્ધાળુ ભક્તોજ તાલીપાડીને ગરબે ધુમતા,માતાની પવિત્રકૃપા મેળવી જાય.
ભારતની ધરતીને પવિત્ર કરવા પરમાત્મા,દેવદેવીઓથીજ જન્મ લઈ જાય
જગતમા પવિત્રહિંદુધર્મ કર્યો ભારતથી,જે દુનીયામાં મલેલદેહપર કૃપાથાય
જીવને અનેકદેહનો સંબંધ ગતજન્મના કર્મથી,જે દેહ મળતા અનુભવથાય
પવિત્રધર્મમાં પરમાત્મા દેહથી જન્મીજાય,જેમાનવદેહને ભક્તિ આપી જાય
.....શ્રધ્ધાળુ ભક્તોજ તાલીપાડીને ગરબે ધુમતા,માતાની પવિત્રકૃપા મેળવી જાય.
પવિત્ર કૃપા માનવદેહપર માતા દુર્ગાની કહેવાય,જે નવસ્વરૂપે આવી જાય
નવરાત્રીના નવદીવસ ભક્તો શ્રધ્ધાથી,તાલીપાડી સંગે દાંડીયા વગાડી જાય
ગરબે ઘુમતા રાસ રમીને માતાને વંદનકરી,ભક્તો સમયે ધુપદીપ કરી જાય
દુનીયામાંશ્રધ્ધાથી ભક્તિકરતા,હિંદુધર્મમાં પવિત્ર તહેવારથી પ્રભુનીપુંજા થાય
.....શ્રધ્ધાળુ ભક્તોજ તાલીપાડીને ગરબે ધુમતા,માતાની પવિત્રકૃપા મેળવી જાય.
################################################################