July 6th 2022
***
***
. કૃપા માનવદેહની
તાઃ૬/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર અદભુતકૃપા પરમાત્માની,જે સમયે જીવને જન્મ આપી જાય
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,એ પ્રભુકૃપાએ જીવને મળતોજાય
....નાકોઇ જીવની તાકાત જગતમાં,જે સમયથી દુર રહીને મુક્તિ મેળવી જાય.
પરમાત્માની પાવનકૃપા અવનીપર,જે જીવને મળેલદેહને સમયે મેળવાય
અનેકદેહના સંબંધથી જીવને દેહ મળે,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથીજ,જન્મથી અવનીપર દેહમળીજાય
જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે જીવને જન્મમરણથી બચાવી જાય
....નાકોઇ જીવની તાકાત જગતમાં,જે સમયથી દુર રહીને મુક્તિ મેળવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરીજાય
હિંદુધર્મ પવિત્રધર્મછે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
પરમાત્માના દેહની શ્રધ્ધાથી પુંજા કરતા,મળેલદેહના જીવને અનુભવથાય
જીવનમાં નાકોઇ અપેક્ષા કેઆશા રહે,એ પ્રભુની માનવદેહપર કૃપા થાય
....નાકોઇ જીવની તાકાત જગતમાં,જ સમયથી દુર રહીને મુક્તિ મેળવી જાય.
###############################################################
No comments yet.