July 6th 2022
+++
+++
. પ્રેમની પાવનપકડ
તાઃ૬/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલદેહ એપ્રભુની કૃપા,જે જીવને માનવદેહ આપી જાય
જીવનમાં પવિત્રરાહ મળે માનવદેહને,એ પવિત્ર જીવન જીવાડી જાય
....પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી પ્રભુની પાવનકૃપા મળી જાય.
અવનીપર જીવનેસંબંધમળે માનવદેહનો,જે ગતજન્મના કર્મથી મેળવાય
પવિત્રકૃપામળે પરમાત્માની જીવનમાં,જ્યાં જીવનમાં પ્રભુની ભક્તિકરાય
જીવને મળેલ માનવદેહને કર્મનો સંબંધ,જે જન્મમરણથીજ મળતો જાય
સમયની સાંકળ એ અદભુતલીલા અવનીપર,એજ પ્રભુની કૃપા કહેવાય
....પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી પ્રભુની પાવનકૃપા મળી જાય.
પ્રેમ એપ્રભુનીક્રૃપા કહેવાય,જીવને મળેલ માનવદેહથી ના અપેક્ષા રખાય
પવિત્ર પાવનપ્રેમ મળે જીવને મળેલદેહને,એજ દેહને આનંદ આપી જાય
જીવનમાં નાકોઇ માગણી અડે,શ્રધ્ધાથી ભક્તિ કરતા પ્રભુકૃપા મળીજાય
પ્રેમની પાવનરાહ મળી જાય દેહને,જ્યાં પવિત્રરાહે જીવન જીવી જવાય
....પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી પ્રભુની પાવનકૃપા મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.