July 14th 2022

વ્હાલા શ્રી સાંઇબાબા

સાચા હૃદયથી સાંઇબાબાની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે - Saurashtra Times
.          .વ્હાલા શ્રી સાંઇબાબા    

તાઃ૧૪/૭/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રધર્મના વ્હાલા સંત પાર્થીવગામથી,શેરડીમાં આવી કૃપા કરી જાય
અદભુત પ્રેમાળ એસંત થયા,જે જીવનમાં શ્રધ્ધાસબુરીથી પ્રેરણાકરીજાય
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહપર કહેવાય,જે પવિત્રસંતની કૃપા થાય
જીવનુ અવનીપરનુ આગમન એદેહથીમળે,માનવદેહએ પવિત્રકૃપાકહેવાય
ધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી બાબાએ,ના ધર્મની કોઇ સાંકળને પકડાય
સાંઇબાબા પવિત્રસંતથયા ભારતમાં,જે પ્રભુનીસેવાની આંગળી ચીંધીજાય
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
અવનીપરનુ આગમન એજીવને દેહથીમળે,જે ગતજન્મના કર્મથી મેળવાય
જગતમાં જાનવરપ્રાણીપશુપક્ષી એનિરાધારદેહ કહેવાય એસમયે મળી જાય
માનવદેહ એપભુની પવિત્રકૃપાએ મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાય
માનવદેહને પવિત્રપ્રેરણાકરી બાબાએ,જે ૐ શ્રીસાંઇનાથાયનમઃથી પુંજાય
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
જીવને સંબંધ અવનીપર માનવદેહથી,એ ગતજન્મના કર્મથી દેહ મળી જાય
સાંઇબાબાની પવિત્રપ્રેરણા મળેલદેહના ધર્મની,જે શ્રધ્ધાસબુરીથી પુંજનથાય
જીવનુ આગમન એજન્મથી મળે,જે અવનીપર સમયની સાથે દેહને લઈજાય
પાવનકૃપા પવિત્રવ્હાલા સંતની માનવદેહપર,જેજીવને અંતેમુક્તિ આપી જાય 
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment