July 29th 2022

પવિત્રકૃપા સુર્યદેવની

સવારે સૂર્યદેવ ને જળ ચઢાવતી વખતે બોલો આ બે નામ, તમારી દરેક અધૂરી ઇરછા પુરી કરશે સૂર્ય ભગવાન.. - Daily News
.             .પવિત્રકૃપા સુર્યદેવની  

તાઃ૨૯/૭/૨૦૨૨   (શ્રાવણમાસ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવને મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે દેહના થઈ રહેલકર્મથી સમજાય
પાવનરાહ મળે જીવનાદેહને અવનીપર,એ જગતમાં સુર્યદેવની પવિત્રકૃપા કહેવાય
....જગતમાં અજબ શક્તિશાળી,ભગવાનની પાવનકૃપા જે સુર્યદેવના દર્શનથી મેળવાય.
અવનીપરના દેહને સમયની સમજણ પડે,જે સુર્યદેવના ઉદયથી સવાર મળી જાય
જગતપર આજઅને કાલથી જીવન જીવાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી કહેવાય
મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલતા,દેહને દીવસથી સવાર સાંજ મેળવાય
પવિત્રપાવનકૃપા સુર્યદેવની જીવનમાં,જે હિન્દુધર્મમાં ઑંમ હ્રી સુર્યાય નમથી પુંજાય
....જગતમાં અજબ શક્તિશાળી,ભગવાનની પાવનકૃપા જે સુર્યદેવના દર્શનથી મેળવાય.
જગતમાં પવિત્રકૃપામળે હિન્દુધર્મથી,જ્યાં પરમાત્મા ભારતમાં અનેકદેહથી જન્મીજાય
ભારતની ભુમીને જગતમાં પવિત્રભુમી કરી,જે ભગવાનની પવિત્ર પાવનકૃપા કહેવાય
જીવના મળેલદેહપર સુર્યદેવની અદભુતકૃપા,એ દેહને જીવનમાં સવારસાંજ આપીજાય
અબજો સમયથી અવનીને જીવતી રાખવા,પુજ્ય સુર્યદેવની પાવનકૃપા એજ જીવાય
....જગતમાં અજબ શક્તિશાળી,ભગવાનની પાવનકૃપા જે સુર્યદેવના દર્શનથી મેળવાય
###################################################################


 

                       

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment