October 20th 2022
. પવિત્ર સંત
તાઃ ૨૦/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મપર પરમાત્માની પવિત્રકૃપા થઈ,જે મળેલ માનવદેહને સુખ આપી જાય
જગતમાં એ પવિત્રધર્મ છે ભારતદેશથી,જયા ભગવાન અનેકદેહથી જન્મી જાય
.....પરમાત્માની પવિત્રકૃપાએજ જીવને માનવદેહ મળે,જે મળેલદેહનેજ કર્મ કરાવી જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને પ્રભુકૃપાએ,જીવનમાં પવિત્રભક્તિરાહ મળીજાય
અનેક પવિત્રદેહથી સમયે ભગવાન,ભારતદેશમાં પવિત્ર જન્મ લઈને પધારી જાય
સમયે વિરપુરમાં પવિત્રદેહથી જન્મલઈ,સંત જલારામ માનવદેહને પ્રેરણા કરીજાય
પવિત્રરાહ દીધી જલારામબાપાએજ જીવનમા,જે ભુખ્યાને ભોજન આપીજીવાડીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે મળેલદેહનેજ કર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ ધરતીપર માનવદેહ મળે,જે ગતજ્ન્મના કર્મથી મેળવાય
જીવનમાં પવિત્રપ્રેરણા કરી જે પવિત્ર સંત સાંઇબાબાથી,માનવદેહને મળી જાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધા અને સબુરીથી,સમજીને પવિત્રજીવન પ્રેરીજાય
હિંદુધર્મમાં પવિત્રસંત શ્રી જલારામબાપા,સંગે સંત સાંઇબાબાની પ્રેરણામળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએજ જીવને માનવદેહ મળે,જે મળેલદેહનેજ કર્મ કરાવી જાય.
######################################################################