October 26th 2022
***
***
. પવિત્ર ભગવાનનીકૃપા
તાઃ ૨૬/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને મળેલ માનવદેહ,એજઅ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવનુ અવનીપરનુ આગમન જે સમયે મળે,ના કોઇજ જીવથી દુર રહેવાય
....અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
જીવને અનેકદેશમાં જન્મમળીજાય,એ જીવનાગતજન્મના થયેલકર્મથી મેળવાય
દુનીયામાં ભારત એપવિત્રદેશ કહેવાય,જ્યાં દેવદેવીઓથી ભગવાન જ્ન્મીજાય
પવિત્રદેશમાં મળેલ માનવદેહને,પરમાત્માની પાવનકૃપાએ દેહને સુખમળીજાય
પરમાત્માની પાવનકૃપાએ દેહનેરાહમળે,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિથઈ જાય
....અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
હિંદુધર્મમાં પવિત્રવર્ષને સમયેઉજવાય જીવનમાં,દીવાળી એછેલ્લોદીવસકહેવાય
ભગવાનની પવિત્રકૃપા મેળવવા માનવદેહથી,હોળીના તહેવારને પણ ઉજવાય
પવિત્ર ભુમી ભારતદેશની અવનીપર,જ્યાં ભગવાનની કૃપાએ પ્રસંગને સચવાય
દુનીયામાં પવિત્રહિંદુ ધર્મછે જેના તહેવારને,હિંદુધર્મનેજ પવિત્રરાખવા ઉજવાય
....અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
######################################################################