October 31st 2022
***
***
જન્મદીવસની વંદના
તાઃ૩૧૧૦/૨૦૨૨ (કારતકસુદ સાતમ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમા હિંદુધર્મમાં પવિત્રસંતની પ્રેરણા મળી,જે ભુખ્યાને ભોજન આપી જાય
વિરપુર ગામમાં ઠકકર પરિવારમાં,પિતા પ્રધાન અને માતા રાજબાઇના સંતાન
.....જે પવિત્રસંત જલારામ બાપાથી ઓળખાય,જે કાર્તકસુદ સાતમે જન્મ લઈ આવી જાય.
પવિત્રરાહ મળી જીવનમાં ભગવાનની કૃપાએ,એ મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
સમયની સાથે ચાલતા પવિત્રદેહની પ્રેરણા જોવાય,જે કાકાની દુકાન ચલાવીજાય
જીવને મળેલમાનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જે પવિત્ર્રરાહે જીવન જીવાડીજાય
મળેલદેહને ઉંમરનો સંગાથ મળે,જલારામ સમયે વિરબાઈના પતિદેવ પણથઈજાય
.....જે પવિત્રસંત જલારામ બાપાથી ઓળખાય,જે કાર્તકસુદ સાતમે જન્મ લઈ આવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્ર માનવદેહથી જન્મીજાય
ભારતદેશમાં ગુજરાતના વિરપુર ગામમાં,સમયે જલારામ ઢકકરકુળ પવિત્રકરી જાય
પવિત્રકૃપાળુ પત્ની વિરબાઈ કહેવાય,જે જીવનાદેહને પવિત્રરાહે લઈ સેવાકરીજાય
શ્રધ્ધારાહે જીવનજીવતા સમયે પ્રભુનીમાગણીએ વિરબાઈ ઝંડોજોઈ લઈ ચાલીજાય
.....જે પવિત્રસંત જલારામ બાપાથી ઓળખાય,જે કાર્તકસુદ સાતમે જન્મ લઈ આવી જાય.
#########################################################################