July 2nd 2023

પવિત્ર સમયનો સાથ

 
.             પવિત્ર સમયનો સાથ

તાઃ૨/૭/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતપર કહેવાય,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
જગતમાં નાકોઇ જીવની તાકાત અનુભવાય,માનવદેહથી ના કદી દુર રહેવાય
.....એ પાવનકૃપા પરમાત્માની મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરાય.
અદભુતકૃપા ભગવાનની જે જીવને માનવદેહથી,જન્મ આપી કર્મ કરાવી જાય
અવનીપર જીવના મળેલદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળીજાય
પાવનકૃપા પરમત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી સમયની સાથેજ ચલાય
જગતમાં ના સમયને કોઇથીય જીવનમાં પકડાય,પ્રભુકૃપાએ મુક્તિ મળી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરાય.
પવિત્ર ભારતદેશ જગતમાં કહેવાય,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાનજન્મીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મછે,જેમાં જીવના મળેલદેહને જીવનમાં સુખ આપીજાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,એ પવિત્રકર્મથી મુક્તિઆપી જાય
જીવનમાં સમયનીસાથે ચાલવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની પુંજા કરાય
.....એ પાવનકૃપા પરમાત્માની મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$