June 17th 2017

બાહુબલી

Image result for હનુમાન
.            .બાહુબલી   

તાઃ૧૭/૬/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી છે અવતાર,જે પ્રભુ શ્રીરામને સંગાથ આપી જાય
ગદાધારીને ચાલતા અવનીએ,હાથમાં મંજીરા જોઇ પરમાત્માય હરખાય
......એવા પવિત્રદેહ ધારી બજરંગબલી,શ્રી હનુમાન બાહુબલીય કહેવાય.
પરમાત્માનો દેહએ શ્રીરામથી ઓળખાય,સંગે સીતાજી પણ આવી જાય
પરમકૃપાળુ ભોલેનાથની ભક્તિએ,રાવણ લંકામાં અભિમાન મેળવી જાય
ભક્તિની શક્તિને પારખી લેતા,શ્રી રામનો અવતાર અવનીએ થઈ જાય
બાહુબલીની અજબશક્તિ છેઅપરંપાર,જે રાજારાવણની મતીને અડીજાય
......એવા પવિત્રદેહ ધારી બજરંગબલી,શ્રી હનુમાન બાહુબલીય કહેવાય.
પવિત્ર જીવન શ્રીરામ સંગે જીવતા,માતાસીતાજી પણ સંસ્કાર આપી જાય
પાવનરાહને પકડી જીવન જીવતા,રાજા રાવણ સીતામાતાને ઉઠાવી જાય
અયોધ્યામાંથી માતાને લઈને,શ્રી લંકામાં લાવીને જીવનમાં ભટકાવી જાય
ત્યાંજ બાહુબલીની શક્તિએ શોધતા,અંતે રાવણનુ દહન પણએ કરીજાય
......એવા પવિત્રદેહ ધારી બજરંગબલી,શ્રી હનુમાન બાહુબલીય કહેવાય.
=======================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment