ડમરુ ધારી
@@@@
. .ડમરુ ધારી તા;૨૨/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ કૃપા કરો ડમરુધારી પગે લાગતા ભક્તોપર,તમેજ ભોલે ભંડારી છો જટાધારી સંગે તમેજ ગંગાધારી,વ્હાલા ત્રિપુરારી શિવશંકર પણ છો ....એવા ભક્તોના વ્હાલા પાર્વતી પતિદેવ,ભક્તો પર કૃપા કરી પાવન કરો. અજર અમર તમે વ્હાલા ભગવાન,છો યોગેસ્વર મહાદેવ અને મહેશ પરમ મહા તપસ્વી ડમરુધારી છો,ભક્તજનોને છે તમારીપર વિશ્વાસ ગંગાજળના અભિશેકથી કૃપા મળે તમારી,મળેલ જીવન પવિત્ર થાય નટ મસ્તક કરી વંદન કરીએ ભોલે ભંડારીને,રાખજો ચરણમાં અમને ....એવા ભક્તોના વ્હાલા પાર્વતી પતિદેવ,ભક્તો પર કૃપા કરી પાવન કરો. કૃપા કરો ગિરીધારી તમે ત્રિપુરારી,ભક્તોની સેવા સ્વીકારી કૃપા કરો પાવનજીવનની રાહ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી દુર રાખે તમે કૈલાસપતિ સંગે ઉમાપતિ,તમારી પાવનકૃપા તકલીફનેય દુર કરીદે એવી પાવનકૃપા તમારી ત્રણેયલોકમાં,એ અજબશક્તિ તમારી કહેવાય ....એવા ભક્તોના વ્હાલા પાર્વતી પતિદેવ,ભક્તો પર કૃપા કરી પાવન કરો. ###########################################################