April 3rd 2021

. .શ્રીરામ ભક્ત
તાઃ૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમ મળ્યો શ્રીરામનો,જે બજરંગબલી મહાવીરથી ઓળખાય
જે માતા અંજનીના લાડલાદીકરા,જગતમાં પવનપુત્ર પણ કહેવાય
....એવા પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત થયા,જે હનુમાનજી કહેવાય.
મળેલદેહને પાવનરાહ મળી માતાનીકૃપાએ,શ્રીરામને મદદ કરી જાય
પિતા પવનદેવની કૃપાથઈ,જે આકાશમાં ઉડીને પર્વતને લાવી જાય
શ્રીરામના ભાઈ લક્ષ્મણ બેહોશીથી,બચાવવા સંગીવની આપી જાય
પાવનરાહની કેડીએ ચાલતા,પ્રભુ શ્રીરામને શ્રધ્ધાથી વંદન કરી જાય
....એવા પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત થયા,જે હનુમાનજી કહેવાય.
શ્રી રામના પવિત્રપત્નિ સીતાજીને,ઉઠાવી જઈ જંગલમાં લવાઈ જાય
હનુમાનને પ્રેરણા મળી કૃપાએ,જે સીતાને શોધી શ્રીરામને કહી જાય
લંકાના રાજા રાવણની આ કેડી,એ શ્રીહનુમાન શોધીને બચાવી જાય
પવિત્ર સીતાજીને લાવવા અંતે રાજા રાવણનુ લંકામાં દહન કરી જાય
....એવા પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત થયા,જે હનુમાનજી કહેવાય.
###########################################################
No comments yet.