April 10th 2021
##
##
. .પવિત્રજીવન જ્યોત
તાઃ૧૦/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,જીવનમાં કૃપાએ પાવનકર્મ થઈ જાય
જીવનમાં નાકોઇજ અપેક્ષા રહે,કે નાકોઇ મોહમાયાની ચાદરપણ અડી જાય
.....જે પવિત્ર ભાવનાથી પુંજન કરી ભક્તિ કરતા,મળેલ જીવનની જ્યોત પ્રગટી જાય.
માનવદેહ એ ગતજન્મના થયેલ કર્મનીકેડી,જે જીવને દેહનોસંબંધ આપી જાય
નિખાલસ ભાવનાથી જીવનમાં કર્મકરતા,પરમાત્માની પવિત્રકૃપા દેહ પર થાય
હિંદુ ધર્મમાંજ પરમાત્માની ભક્તિની રાહમળે,જે મળેલદેહને પુંજા કરાવી જાય
સમયને સમજીને ચાલતા જીવનમાં,દરેક પળે પ્રભુનાપ્રેમથી શાંંતિ મળતી જાય
.....જે પવિત્ર ભાવનાથી પુંજન કરી ભક્તિ કરતા,મળેલ જીવનની જ્યોત પ્રગટી જાય.
પાવનરાહ મળેદેહને જેથઈરહેલ કર્મથી દેખાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
પવિત્ર ધરતી અવનીપર ભારતની છે,જ્યાં પરમાત્માદેહથી જન્મમરણ લઈ જાય
માનવદેહ લઈ પરમાત્મા પ્રેરણાકરે,જે નિખાલસ ભાવનાથી ભક્તિ કરાવી જાય
મળેલદેહના થયેલકર્મથીજ માનવતા પ્રસરે,એજ પાવનકૃપા પરમાત્માની કહેવાય
.....જે પવિત્ર ભાવનાથી પુંજન કરી ભક્તિ કરતા,મળેલ જીવનની જ્યોત પ્રગટી જાય.
####################################################################૩
No comments yet.