April 15th 2021
	 
	
	
		
.           .ભવસાગર
તાઃ૧૫/૪/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 
મળેલ માનવદેહના જીવપર પ્રભુની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય 
મળેલદેહને કર્મનોસંબંધ છે અવનીપર,જે જીવને જન્મમરણથી મળતો જાય 
...પવિત્ર ભાવનાથી હિન્દુધર્મમાં,પ્રભુએ અનેકદેહ લીધા જે ભવસાગરથી છોડી જાય 
પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જ્યાં ભગવાનની પવિત્રભાવનાથી પુંજા થાય 
અનેક દેહ લઈ ભગવાન ભારતમાં જન્મ્યા,જે માનવદેહને શ્રધ્ધાએજ મેળવાય
કુદરતની આજ લીલા છે ન્યારી હિન્દુ ધર્મમાં,એ પ્રત્યક્ષદેહથી જન્મ લઈજાય
મળેલ માનવદેહના જીવ પર કૃપાકરી,એને ભવસાગરથી દેહને પાર કરી જાય
...પવિત્ર ભાવનાથી હિન્દુધર્મમાં,પ્રભુએ અનેકદેહ લીધા જે ભવસાગરથી છોડી જાય 
પવિત્ર ધર્મ હિન્દુ છે દુનીયામાં,જેમાં અનેક દેહથી પરમાત્મા જન્મી જાય
જીવનમાં પ્રભુના દેહની શ્રધ્ધાથી ઘરમાં,પુંજા અર્ચના સંગે ધુપદીપ કરાય
મળેલદેહ પર પાવનકૃપા થતાજ,જીવનમાં પવિત્રપ્રેમથી સંસાર સુખી થાય
એ શ્રધ્ધાની ભક્તિથી રાહ મળે પ્રભુકૃપાએ,નાકદી કોઇ અપેક્ષા અડીજાય
...પવિત્ર ભાવનાથી હિન્દુ ધર્મમાં,પ્રભુએ અનેકદેહ લીધા જે ભવસાગરથી છોડી જાય.
####################################################################
 
 
	 
	
	
 
	No comments yet.