April 30th 2021

. .ગરવી ગુજરાત
તાઃ૩૦/૪/૨૦૨૧ (ગુજરાતદીન ૧-મે) પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની ભુમીને પવિત્રકરી પરમાત્માએ,જે પવિત્રદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મની જ્યોત પ્રગટાવી દુનીયામાં,જે જગતમાં મંદીરથી પ્રગટી જાય
....ભારતદેશમાં ગુજરાત શક્તિશાળી રાજ્ય છે,જે ગુજરાતીઓની શાનથી ઓળખાય.
જગતમાં જ્યાં ગુજરાતીઓ પહોચ્યા છે,ત્યાં શ્રધ્ધાથી અનેકકર્મ કરી જાય
ગુજરાતીઓની લાયકાતને ના કોઇ આંબે,કે ના કોઇજ એને રોકી જાય
જય જય ગરવી ગુજરાત ગાતા,સાંભળનારને અનંતપ્રેમ સૌનો મળી જાય
દુનીયામાં પવિત્ર સન્માન એગુજરાતીઓછે,જે અજબશક્તિશાળી કહેવાય
....ભારતદેશમાં ગુજરાત શક્તિશાળી રાજ્ય છે,જે ગુજરાતીઓની શાનથી ઓળખાય.
અનેક ગુજરાતીઓએ મહેનત કરી દેશમાં,જે ભારતને આઝાદ કરી જાય
માતા સરસ્વતીનીકૃપાથી ગુજરાતીઓના,જગતમાં અનેકકર્મ જીવનમાંથાય
ભારતમાં જન્મ મળતા પવિત્રકર્મજ કરે,જે ભારતના વડાપ્રધાન થઈ જાય
દુનીયામાં ૧લીમે ગુજરાતનો સ્થાપનાદીન,જયજય ગરવી ગુજરાત બોલાય
....ભારતદેશમાં ગુજરાત શક્તિશાળી રાજ્ય છે,જે ગુજરાતીઓની શાનથી ઓળખાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.