December 13th 2009

ભીની ચાદર

                                    ભીની ચાદર  

તાઃ૨૫/૧૧/૨૦૦૯                                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

                  વિમલ એન્જીનીયરીંગ કંપનીમાં ક્લાર્ક તરીકે કામ કરતા શીવાભાઇ એક રાજપુત કુટુંબમાં જન્મ્યા હતા. બાળપણમાં તેમણે તેમના પિતાની મહેનત અને કુટુંબની લાગણી જોઇ હતી.તેથી લગ્ન પછી પણ પોતાના માબાપની સાથે રહી તેમના અવસાન સુધી બંન્નેની સેવા કરી હતી. તેમના પત્ની મંજુબેન એક મધ્યમવર્ગી સંસ્કારી કુટુંબમાથી આવેલા તેથીતેમણે પણ સાસુ સસરાની સેવા અંતસુધી સાચા પ્રેમથી કરી તેમના આશિર્વાદ પણ મેળવેલા.સમયતો કોઇને માટે રોકાતો નથી.આજકાલ કરતાં તેમને ત્રણ દીકરા ને એક દીકરી એમ ચાર સંતાનથયા.બાલમંદીર અને સ્કુલમાં ચારે બાળકો સારાગુણથી પાસ થતા અભ્યાસી જીવનમા વ્યસ્ત રહેતા અને માબાપનો પ્રેમ પણ સમયે મેળવી લેતા.જ્યારેમંજુબેન પતિની આવકને ધ્યાનમાં રાખીને કરકસરથી ઘર ચલાવતા હતા.

              બાળકોનુ ભવિષ્ય અને પોતાની ફરજ તથા જવાબદારી સમજતા મંજુબેન સવારમાં સૌથી પહેલા ઉઠતા અને નાહીધોઇ માતાની સેવા પુંજા કરી ઘરના બધા પરવારે તે પહેલા ચા નાસ્તો તૈયાર કરી તેમના પતિ માટે સમયસર ટીફીન પણ તૈયાર કરી દેતા. તેઓ આ કામમાં કદી પાછા પડતા નહીં કારણ તેમને બાળપણમાં તેમના માબાપના સંસ્કારમાં મળેલ.ચાર સંતાનોમાં મોટો દિકરો વિક્રમ કોઇકવાર પિતાની સાથે તેમની નોકરીની કંપનીમાં  પણ જતો.તેને ત્યાં બધી મશીનરી જોઇ તે કેવી રીતે ચાલ્રે,તેનાથી કેવી વસ્તુઓને તૈયાર કરે,કયુ મશીન ક્યારે કઇ રીતે ઉપયોગી થાય તેનો પણ તે વિચાર કરતો.તે ઘણી વખત તો તેના પિતાની મંજુરી મેળવી મશીન ચલાવનારની સાથે વાતો પણ કરતો.તેથી ઘણી વાર તેને તે કંપનીના મુખ્ય જવાબદાર એન્જીનીયર શીવાભાઇને કહેતા તમારા દિકરાને એન્જીનીયર કરી આ કંપનીમાં જ નોકરીએ લગાવી દેજો. આ બધુ સાંભળી તે તેના પિતાને પણ પુછતો કે પપ્પા મારાથી આવું ભણાય? ત્યારે તેને કહેતા બેટા તુ તારી લાયકાત કેળવું તો બધુ જ શક્ય છે.આ  બાબતે ઘણી વાર વિચારતો અને તે મગજમાં રાખી તે ધ્યાનથી ભણતરમાં રચાઇ રહેતો.તેની ધગસ અને મહેનતનુ એ પરીણામ આવ્યુ કે તે મીકેનીકલ એન્જીનીયરની ડીગ્રી ફસ્ટ ક્લાસે પાસ કરી આવ્યો તેને વિમલ એન્જીનીયરીંગ કંપનીમાં જ ઘણા સારા પગારથી નોકરી પણમેળવી લીધી.આજે પણ તે ઘણી સારી રીતે એ કંપની સંભાળે છે.

         બીજો દીકરો મુકેશ છ સાત વર્ષનો હતો ત્યારથી જ કોઇપણને કંઇપણ થાય તો તે તરત જ દોડી જઇ મદદ કરતો.અરે ગલીના કુતરાને કોઇ પત્થર મારે અને કુતરાને વાગેતો તરત દોડી જઇ તેને પંપાળે અને તેના દુઃખમા રાહત આપવા પ્રયત્ન પણ કરતો.માનવતા અનેમાણસાઇ તેને માબાપના સંસ્કારની દેન હતી. પુત્રના પારણેથી અને વહુના બારણેથી સંસ્કાર દેખાઇ આવે.તેમ સ્કુલમાં સારી રીતે માર્કસ મેળવી દરેક વખતે તે પ્રથમ જ આવે.તેથી સ્કુલમાંથી જ્યારે તે અભ્યાસ પતાવી નીકળ્યો ત્યારે તે સ્કુલમાં તેનો વિદાય સમારંભ સ્કુલના પ્રીન્સીપાલે ગોઠવી તેને વિદાય સમારંભમાં તે ડૉક્ટર થાય અને જગતજીવોની સેવા કરી જીવન ઉજ્વળ કરે તેવા આશિર્વાદ આપી પ્રમાણપત્ર પણ આપેલ.જે નજર સમક્ષ રાખી મુકેશે પોતાના નામની આગળ માબાપના આશિર્વાદ અને શિક્ષકોના આશિર્વાદને સાર્થક કરી ડૉક્ટરની લાયકાત પ્રથમ વર્ગમા પાસ કરી મેળવી સાર્થક કર્યા. 

          ત્રીજુ સંતાન દીકરી હતી.તેનુ નામ ગીતા.દીકરી હોવાથી માતાપિતાની તો લાડલી હતી પણ ભાઇઓની પણ તે વ્હાલી એક  જ બહેન હતી. રક્ષાબંધન, હોળી, દીવાળી, નવરાત્રી જેવા પવિત્ર તહેવારોમાં તે કુટુંબનો તથા સગા સંબંધીઓનો અનહદ પ્રેમમેળવી લેતી. ભણતરમાં પણ તે ભાઇઓની સાથે હતી.તેણે બી.એ. કર્યુ અને પછી એમ.એ. પ્રથમ વર્ગમાં પાસ કરી અને વિધ્યાનગરની સરદાર પટેલ યુનીવર્સીટીમાં આર્ટસ કોલેજમાં પ્રોફેસરની નોકરી પણ મેળવી લીધી.ચોથુ સંતાન દિકરો હતો.તેનુ નામ હિતેશ.ઘરમાં નાનો એટલે માબાપ,ભાઇબહેન તથા સગા વ્હાલાનો પણ પ્રેમ ખુબ મળતો હતો.ઘણા લાડકોડમાં પણ જીવનના ધ્યેયને મગજમાં રાખી મહેનત કરી કૉમર્સમાં ડીગ્રી મેળવી જીવનને ઉજ્વળ કરવાના માર્ગને પકડી ચાલતો હતો.

 

             સમય તો કોઇની રાહ ના જુએ તેને પકડીને જે ચાલે તેને સર્વ રીતે સુખ શાંન્તિ મળે.મુરબ્બી શ્રી શીવાભાઇના જીવનમાં પણ સમય પ્રમાણે મોટા દીકરા વિક્રમને નોકરી મળ્યા બાદ વડોદરાની એક વિમાકંપનીના માલિકની સંસ્કારી અને ભણેલ દીકરી કોમલ સાથે લગ્ન થયા.મુકેશના ભણતરને લક્ષમાં રાખી વાત વાતમાં કોઇથી માહિતી મેળવી અમેરીકા રહેતા રસિકભાઇ તેમની વચેટ દિકરી સીમા માટે માગણી કરવા ભારત તેમના મિત્રના સાળાને લઇને મળવા આવ્યા. તેમની દીકરીનો ફોટો જોઇ મંજુબેનને તેમના દિકરા માટે અમેરીકા જવાના ઉત્સાહમાં ગમી ગઇ.મુહરત જોવડાવી લગ્ન તારીખ નક્કી કરી નડીયાદ સંતરામ મંદીરના લગ્ન મંડપમાં લગ્ન પણ થઇ ગયા.દીકરી ગીતાને પણ ભણતર પત્યા બાદ વડોદરા રહેતા એક સંસ્કારી કુટુંબમાં યોગ્ય પાત્ર મળતા પરણાવી દીધી. હિતેનને પણ ભણતરની સીડી અને સંસ્કાર મળેલા તેથી તે પણ ભણવામાં ફસ્ટ ક્લાસે પાસ થતો. અને તેણે કાયદાનો અભ્યાસ કરી વકીલની દીગ્રી મેળવી અને વકીલાત શરુ કરી. ચારે સંતાન પોતપોતના જીવનની કેડી પકડી સંસારની સીડી પર પગરણ માંડી જીવન સાગરમાં ધુમવા માંડ્યા.લગ્ન પછી છ માસ બાદ મુકેશ પણ અમેરીકા પહોંચી ગયો.મુકેશે વિદાય વેળા માબાપની આંખમાં હર્ષના આંસુ પણ જોયા હતા. હવે પોતાના વ્હાલા સંતાનને ક્યારે જોશે તે વિચારે માબાપની આંખમાં પાણી આવી ગયા હતા.  દિવસો,મહીનાઓ અને પછી વર્ષ પાણીની માફક વહી જાય છે.મોટા દીકરાના બે બાળકોને અને દિકરીના દિકરાને પણ બાદાદાએ રમાડ્યા. ચાર વર્ષ પછી મુકેશે સીમાને વાત કરી અને પોતાના માતા પિતાને અમેરીકા બોલાવવાની ઇચ્છા દર્શાવી.સીમા કહે આપણા સ્નેહલના જન્મદિનની પાર્ટી રાખવાની છે તો તેમને છ મહીના માટે બોલાવીએ.બધાની સરળ સમજુતી થતાં ભારત ફોન કરી કાયદાકીય કાગળીયા મોકલી વિઝા મેળવવા ની તૈયારી કરવા જણાવ્યું.શીવાભાઇ અને મંજુબેન ને વિઝા પણ મળી ગયા.નક્કી તારીખે એરપોર્ટ પર મુકવા આવેલ ત્રણેય બાળકો તથા તેમના પણ બાળકોને આંખમાં આંસુ સાથે વિદાય આપતા જોઇ માબાપની આંખમાં પણ વિદાયના આંસુ આવી ગયા. 

             અમેરીકાની ધરતીપર માબાપના આગમન વખતે મુકેશ આંખમાં આંસુ સાથે બંન્નેને બાથમાં લઇ રડી પડ્યો. સીમા પણ સાથે આવી હતી તે હાય મમી હાય ડેડી કહી સાથે લાવેલ સામાનને કારમાં મુકી તેઓને ઘેર લાવવાની ગોઠવણ કરી રહી હતી. માબાપની આંખમાં ખુશીના આંસુની કોઇ સીમા ના હતી.ઘણા વર્ષો પછી પોતાના વ્હાલા મુકેશને જોતા અનહદ આનંદ થયો.ઘેર પહોંચતા સીમાના માતાપિતા તેમના વેવાઇના આગમનની રાહ જોતા હતા.તેઓને પણ ઘણા વખત પછી મળતા આનંદ થયો. આજકાલ કરતા ત્રણ માસ પુરા થઇ ગયા તેની ખબર પણ ન પડી.ભારતથી ખબર અંતર માટે ફોન આવ્યો તો તેમણે અહીં આનંદથી રહીએ છીએ તેમ જણાવ્યુ કારણ વિક્રમે તેમને કહ્યુ કે જો તમને ના ગમતુ હોય તો પાછા આવી જાવ.ત્યારે શીવાભાઇએ કહ્યુ કે અમે સ્નેહલના જન્મદીન પછી પાછા આવી શુ કોઇ ચિંતા ના કરતા.  

                   શુક્રવારે રાત્રે ઘરમાં જ પાર્ટી રાખેલ તેથી સાંજે ચાર એક વાગ્યાના અરસાથી ઘરમાં ડેકોરેશન માટે પુરુષો અને સ્ત્રીઓ આવી ગયેલ સાથે સીમાની બહેનપણીઓ પણ આવેલ.સીમાએ મુકેશના મમ્મી પપ્પાને કહી દીધેલ કે તમે તમારી રુમમાં જ રહેજો કારણ કામમાં કોઇ દખલ ના થાય.અને તમને કહુ ત્યારે જ સરખા કપડાં પહેરીને પાર્ટીમાં કૅક કાપતી વખતે આવજો.નવેક વાગ્યાના અરસામાં ઘરમાં મહેમાનોના અવાજ શરુ થતાંશીવાભાઇને ખ્યાલ આવી ગયો કે હવે પાર્ટી શરુ થશે.અને એટલામાં જ મુકેશે બારણુ ખખડાવ્યુ અને અંદર આવીકહ્યુ પપ્પા મમ્મી થોડીવારમાં તમે સારા કપડાં પહેરી બહાર આવી જજો. મહેમાનો ખુરશી પર ગોઠવાવા મંડ્યા વાતોચીતો અને દારુ પીવાનુ પણ શરુ થયું.કૅક ટેબલ પર મુકાતા એક માણસે તેમને બોલાવ્યા કહે તમને સર બોલાવે છે.

                            શીવાભાઇ ધોતીયુ અને ઝભ્ભો અને મંજુબેન સાડી પહેરી આવ્યા અને ટેબલ પાસે તેમના દિકરાની અને પૌત્ર સ્નેહલની સાથે ઉભા રહ્યા.  સ્નેહલ થોડો આઘો ગયો  એટલામાં તેની મમ્મી સીમા પેન્ટ અને શર્ટ પહેરીનેઆવતા સ્નેહલ તેની સોડમાં જતો રહ્યો. સાસુ સસરાને આ કપડામાં જોતા છણકો પણ કર્યો. સીમાએ સ્નેહલનો હાથપકડી કૅક કાપી તેને ખવડાવી પછી મુકેશે તેના દીકરાને ખવડાવી અને પછી પોતાના મમ્મી પપ્પાને પણ ખવડાવીબધા પોતપોતાની ખુરશી પર બેસી ગયા અને પાર્ટીનો આનંદ લેવા લાગ્યા. એકબીજાને મળામળનો આનંદ લેવાતો હતો. દારુ અને પીઝા અને ચીકન પણ ખવાતા હતા. શીવાભાઇ અને મંજુબેનને પોતાના દીકરાને આ રીતેપ્રથમવારદારુ પી અને માંસ ખાતો જોયો અચાનક સીમા તેમની પાસે આવી કહે તમે તમારી રુમમાં જતા રહો અને ફરીબહાર ના આવતા કારણ આ પાર્ટીમાં તમારુ કામ નહીં. કંઇ પણ ખાધા વગર તેઓ બંન્ને તેમની રુમમાં જતા રહ્યા.

                        મંજુબેનને  ઘણો જ આઘાત લાગ્યો તેઓ આખી રાત રડ્યા તેમના પતિ તેમને છાના રાખવા કહે આઅમેરીકા છે એટલે આપણે કાંઇ જ બોલવાનુ નહીં મુગા મોં એ જોવાનું.પણ મંજુબેનથી સહન ન થતા રડતા જ રહ્યાઅને શીવાભાઇ ક્યારે સુઇ ગયા તેનો પણ તેમને ખ્યાલ નથી.    સવારે દસેક વાગે બ્રશ કરતા કરતા મુકેશે બારણુખખડાવ્યુ અને બારણુ ખુલ્લુ જ હતુ એટલે તે ઉઘાડી અંદર જુએ છે તેના પિતા તેની માતા સુઇ ગઇ હતી તે પલંગઆગળ  માતાના પગ આગળ બેસી રડતા હતા. મુકેશે આવી પપ્પાને હલાવ્યા  કહે કેમ તમે અહીં બેસી  ગયા છો?અને મમ્મી કહેતા ઓઢેલી ચાદર ખેંચવા ગયો તો આખી ચાદર ભીની હતી.ધીમેથી ચાદર ઉઠાવતા તેની મમ્મીને મૃત હાલતમાં  જોતા એકદમ ચમકી ગયો અને કહે પપ્પા આ શુ થયું? તેના પપ્પા પાસે કોઇ જવાબ ન હતો તેઓધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા.મુકેશ કાંઇ પુછે તે પહેલા તેઓ બોલ્યા ગઇકાલના પ્રસંગમાં આઘાત લાગતા તે આખીરાતખુબ જ રડી છે અને એટલે આ ચાદર તેના આંસુથી ભીની થઇ છે.પોતાના દિકરાને ત્યાં આવી આ જે બન્યુ તેનાથીશીવાભાઇને ખુબ જ દુઃખ થયું. મુકેશે તેના ભાઇબહેનને ભારત ફોન કરી જણાવ્યું.શીવાભાઇએ મુકેશને તેમને ભારતપાછા જવું છે તો તેમની જવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી.મુકેશ કહે પપ્પા હુ ટાઇમ મળે ગોઠવણ કરીશ. આ વાતને  ત્રણ દીવસ થયા હશે સવારમાં દવાખાને જતાં ચા નાસ્તો કરવા ટેબલ પર બેસતા મુકેશે પપ્પાને ના જોતા અને તેમની  રુમનું બારણું બંધ જોતા સીમાને પુછ્યું પપ્પા કેમ નથી આવ્યા સીમાએ તેના નોકરને જોવા કહ્યુ નોકરે બારણુ ખખડાવ્યું અંદરથી બંધ હતું તેથી ખુલ્યુ નહીં ફરી ખખડાવ્યું કોઇ જવાબ ન આવતાં મુકેશ ઉઠીને આવી પપ્પા પપ્પાની બુમ પાડીબારણુ ના ખોલતા નોકર પાસે બીજી ચાવી મંગાવી બારણું ખોલ્યુ તેણે તેના પપ્પાને ચાદર ઓઢીને સુતેલા જ જોયાચાદર ખેંચતા તેણે તેના પિતાને મૃત્યુ પામેલા જોયા તરત સીમાને બુમ પાડી, સીમા આવે તે પહેલાં તે ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યો. અમેરીકા આવી તેના માતાપિતા બંન્નેને દેહ મુકવો પડ્યો.

===============================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment