December 25th 2009

બંધન સાંકળના

                       બંધન સાંકળના

તાઃ૨૫/૧૨/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક કડીથી બીજી કડીનો તાંતણો બંધાઇ જાય
તુટે કદીના એ બંધન,એતો અતુટ બંધન થાય
                     …………એક કડીથી બીજી કડીનો.
હૈયેથી જ્યાં વરસે  હેત,ત્યાં લાગણી મળી જાય
પ્રેમ વરસે જ્યાં પ્રીતમનો ત્યાં પ્રેમીકા હરખાય
પાપા પગલી માંડતા બાળે,લાગણીઓ વરસાય
પ્રેમના બંધન પતિ પત્નીના, બાળક મળી જાય
                        ……….એક કડીથી બીજી કડીનો.
જીવનની સાંકળનાબંધન,ના કોઇથીય ગણીશકાય
સ્નેહનાબંધન કુટુંબના,સહવાસના પ્રેમમાંમળીજાય
મહેનતનીકડી ભણતરથી,જે ઉજ્વળજીવને લઇજાય
ભક્તિની સાંકળછે ન્યારી, જીવને મુક્તિએ દોરીજાય
                            ……… એક કડીથી બીજી કડીનો.
શ્રધ્ધા અને વિશ્વાસની કડીએ,પાવન જીવન થાય
આંવી આંગણે પ્રેમ મળે,ને પ્રભુ કૃપાય મળી જાય 
સાંકળના બંધન અનેરા,મળી જાય જ્યાં દેહ મળે
પકડી ચાલતા તાંતણે,એ તો મહેંક મહેંક થઇ જાય
                            ……….એક કડીથી બીજી કડીનો.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment