December 26th 2009

સમયના સોપાન

                     સમયના સોપાન

તાઃ૨૬/૧૨/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

લીલી વાડી જોઇ લેતા,સૌ સગા વ્હાલા છે હરખાય
પ્રેમની પોટલી પામી લેતા,આ ઉજ્વળ જીવનથાય.
                               ………લીલી વાડી જોઇ લેતા.
જન્મ મળતા જીવને,મા બાપના પ્રેમની વર્ષા થાય
ઘોડીયાની દોરી હલાવતા,માતાનીમાયા વળગીજાય
બાળપણમાં આનંદ પામીને,વ્હાલ સૌનું મેળવીજાય
જીંદગીના પ્રથમસોપાને,બાળકને આશીશમળી જાય.
                                ……..લીલી વાડી જોઇ લેતા.
ડગલું માંડી જ્યાં ચાલતા,બાળક પગલું માંડતુ થાય
એક બે પાંચ ચાલતાં,આંગળીનો ટેકો હવે છુટી જાય
ભણતરનીકેડીને પકડતાં,તેનું ભાવિ ઉજ્વળછે દેખાય
બીજા જીવનના સોપાનથીજ, જીવન પણ મહેંકી જાય.
                               ………લીલી વાડી જોઇ લેતા.
મોહ માયાના બંધન છોડી,જ્યાં પકડી જીવનની કેડી
સાથ અને સહકારનીકેડીએ,માબાપનોપ્રેમ આવીજાય
જુવાનીના સોપાનમાં હવે,મળે લગ્ન જીવનની જોડી
જીવનાબંધન એ કર્મનુલેણુ,જન્મે ભાગીદારથઇઆવે.
                               ………લીલી વાડી જોઇ લેતા.
ઉંમરના આગમનમાં,સમજી વિચારી જીવનજીવી રહે
મન મહેનતના ફળ રુપે,કુદરત જીવ પર નજર કરે
શ્રધ્ધા રાખી મક્કમ મને,ગૃહ સંસારને વળગી ચાલે
ભક્તિના સોપાનનો સમય,જે અંતે પાવન જન્મ કરે.
                               ……….લીલી વાડી જોઇ લેતા.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment