December 31st 2009

કામ,કામ ને કામ

                      કામ,કામ ને કામ

તાઃ૩૦/૧૨/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કામ,કામ ને કામ,એતો છે જુવાનીનો સંગ્રામ
મહેનત મનથી કરી લેતાં,ઘડપણમાં આરામ
                         ………કામ,કામ ને કામ.
એક ડગલું ભરતાં પહેલાં,બે ડગલુ આગળ મન
ના વ્યાધી કે ઉપાધી,સરળતા એ થશે સૌ કામ
પળપળ પારખી લેતાં ભઇ,જીવન ઉજ્વળ થાશે
આવશે પ્રેમ ને લાવશે હેત,પ્રભુકૃપા મળશે છેક
                        ……….કામ,કામ ને કામ.
જુવાનીના જોશને પકડી, હિંમત કરવી મનથી
સફળતા પણ સાથે રહેશે,ને કર્મને પાવન કરશે
મતીકદીના મુક્તિમાગે,વર્તન દેહનાસાર્થક લાગે
નિર્મળ કેડી જીવનનીદીસે,જ્યાં દેહ મહેનત લેશે
                          ………કામ,કામ ને કામ.
માયા મોહના બંધન સૌને,દેહને પકડી ચાલે સંગે
કામની લગની સાચે લાગે,સફળતા જીવનમાંસાથે
આવે ઉજ્વળતા બારણેજ્યાં,સ્નેહનીવર્ષા આવેત્યાં
ઘડપણના સ્પંદન થતાં,કૃપાએ શાંન્તિ મળી જાય
                            ………કામ,કામ ને કામ.

())))))))))))))))))))))))))((((((((((((((((((((((((()

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment