January 21st 2012

અપેક્ષા કાલની

………………અપેક્ષા કાલની

તાઃ૨૧/૧/૨૦૧૨ ……………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવમનની એકજ વ્યાધી,ના આજને ઓળખાય
આવતી કાલની અપેક્ષાએ,વર્તમાનને વેડફી જાય
. …………………………………માનવમનની એકજ વ્યાધી.
પરમાત્માની અજબલીલા,જીવને જન્મતા મળી જાય
સમજની સીડી સરળ છે એવી,જગે સૌને એ સમજાય
મળેલ બુધ્ધિની શક્તિએવી,દેહનામાર્ગ સરળકરીજાય
મળે શાંન્તિ જીવનેજ સાચી,ના અપેક્ષા કાલની રખાય
. ………………………………….માનવમનની એકજ વ્યાધી.
માનવી મનની વ્યાધી એવી,ના સમયને પારખી જાય
સમજણની સાચીકેડી દેહને,સાચા આશીર્વાદેમળી જાય
અપેક્ષા રાખી જીવન જીવતાં,અંત કોઇથી નાઓળખાય
મોહ માયાના બંધનમાં રહેતા,જીવ જન્મેજન્મ ભટકાય
. …………………………………માનવમનની એકજ વ્યાધી.

+++++++++++++++++++++++++++++++++=

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment