January 22nd 2012

પ્રેમની પકડ

.
.
.
.
.
.
.
.
.
.
.

.
.
.
.
.
.
.
.
.
. ……………. પ્રેમની પકડ

તાઃ૨૨/૧/૨૦૧૨. ……… પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ અમારો લાવ્યો ખેંચી,આપછો સરસ્વતી સંતાન
નટવરભાઇને મળતા મળ્યો,અમને કલાનો સંગાથ
. ………………………………………..પ્રેમ અમારો લાવ્યો ખેંચી.
હ્યુસ્ટન આવ્યા કલાને કાજે,દેવા સ્વતંત્રતાનો પૈગામ
પકડી ઉજ્વળ કેડી જીવનમાં,જે ગૌરવને પાત્ર ગણાય
સાહિત્યસરીતા વહે હ્યુસ્ટનમાં,પ્રેરાયગુજરાતી બોલનાર
આવ્યા આજે કલાનાપ્રેમી,જે ગૌરવ ગુજરાતનું કહેવાય
. ………………………………………..પ્રેમ અમારો લાવ્યો ખેંચી.
માતૃભુમીની માયા સૌને,છોને વિદેશમાં એ વસતા હોય
મળે જ્યારે એદેહ એક બીજાને,ના ભેદભાવ કોઇજ હોય
નટવરભાઇની સિધ્ધી અનેક,તોય સ્ટેજના પાત્રે દેખાય
ના ઓળખાય એ નામથી,એ જ તેમની સિધ્ધી કહેવાય
. ……………………………………….પ્રેમ અમારો લાવ્યો ખેંચી.
અમેરીકાની આ ધરતી પર,ગૌરવ બની રહ્યા ગુજરાત
અભિમાનની ઉચી કેડી મળી,તોય ના સંસ્કારને છોડાય
ગુજરાતીનુ ગૌરવતમે,તેમ સાહિત્ય પ્રેમીઓથી બોલાય
મળ્યો અમને પ્રેમ તમારો,તેમ લઈ જજો અહીંથીઅપાર
. ……………………………………….પ્રેમ અમારો લાવ્યો ખેંચી.

==================================
……..શ્રી નટવરભાઇ ગાંધી હ્યુસ્ટનમાં “પ્રથમ” સંસ્થાના લાભાર્થે નાટક લઇને
આવ્યા છે.તે કલા અને સાહિત્ય પ્રેમીનો અહીંના ગુજરાતી સાહિત્ય સરીતાના
સભ્યોને લાભ મળ્યો.તેની યાદ રૂપે આ લખાણ પ્રેમથી અર્પણ કરું છું

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ હ્યુસ્ટન. તા ૨૨/૧/૨૦૧૨ રવિવાર

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment