July 24th 2013

શીતળતાની મહેંક

.                . શીતળતાની મહેંક

તાઃ૨૪/૭/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મહેંક મળે માનવતાની જીવનમાં,જ્યાં સ્નેહ શીતળ મળીજાય
ઉજ્વળતાના સોપાન મળતા,પાવન કર્મ જીવનમાં થઈ જાય
.                     ………………..મહેંક મળે માનવતાની જીવનમાં.
સરળતાની કેડી લઈ જીવતા,ના તકલીફ કોઇ જીવને અથડાય
મુંઝવણતાનો માર્ગ સરળ બને જીવનમાં,માનવતા સંગી જાય
આસપાસને આંબી લેતા  માનવીને,કુદરતની કૃપા મળી જાય
આંગણે આવી સ્નેહ મળે સૌનો,ત્યાં પાવન કર્મ જીવનમાં થાય
.                    ………………….મહેંક મળે માનવતાની જીવનમાં.
માગણી માનવીની જગતમાં,જીવને સુખશાંન્તિ મળતી જાય
મોહ મળે નાકળીયુગનો દેહને,અવનીનુ આગમન સુધરીજાય
કૃપા જલાસાંઇની પ્રદીપને મળે,જીવનો જન્મ સફળ કરી જાય
મુક્તિમાર્ગની એકજ કેડી મળે,જીવ જન્મબંધનથી છટકી જાય
.                   ………………….મહેંક મળે માનવતાની જીવનમાં.
આફત એ તો છે કળીયુગની દેન,ના મંદીર મસ્જીદથી બચાય
શ્રધ્ધા નેજ મુક્તિ આપીને માનવી,પ્રભુથી ભીખ માગતો જાય
સમયને ના પારખતા માનવીને,અસંખ્ય આફતો જ અથડાય
નિર્મળતાનોસંગ રાખતા જીવને,શીતળતાની મહેંક મળી જાય
.                     ………………….મહેંક મળે માનવતાની જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment