June 22nd 2017

શક્તિ ભક્તિની

....Related image....
.          .શક્તિ ભક્તિની
તાઃ૨૨/૬/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિમાં એ અજબ શક્તિ છે,જીવને પાવનરાહે મુક્તિ દઈ જાય
અપેક્ષાની નાચાદર અડે જીવનમાં,કે ના મોહમાયા કોઇ અથડાય
.....મળેલ પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની અનંતકૃપા થઈ જાય.
મળે માનવદેહ જીવને અવનીએ,જે કરેલ કર્મના સંબંધથી મેળવાય
કુદરતની આ અજબલીલા છે,અવનીપર આવન જાવન મળી જાય
અનેક દેહના સંબંધ છે જીવને,જે જન્મ મળતા અવનીપર મેળવાય
માનવદેહને સમજણ સ્પર્શે જીવનમાં,પ્રભુકૃપા ભક્તિ માર્ગ દઈ જાય
.....મળેલ પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની અનંતકૃપા થઈ જાય.
મળેલ દેહને સ્પર્શે પ્રેમ માબાપનો,અવનીપર એ દેહને આપી જાય
પવિત્રરાહની કેડી મળે જીવને,જે નિર્મળભક્તિએ શક્તિઆપી જાય
ભક્તિમાર્ગ એજ કૃપા જલાસાંઇની,મળેલદેહની માનવતા મહેંકીજાય
નિર્મળભાવનાએ ભક્તિ કરતા જીવને,જન્મમરણના બંધનછુટી જાય
.....મળેલ પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની અનંતકૃપા થઈ જાય.
======================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment