January 24th 2021

. પવિત્ર શક્તિશાળી
તાઃ૨૪/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી પરમાત્માની,જે અવનીપર માદુર્ગાથી આવી જાય
આવ્યા પવિત્રશક્તિશાળી માતા,જે નવદેહલઈ ભક્તોને પ્રેરી જાય
.....હિંદુ ધર્મમાં માનવદેહને પવિત્રરાહ દેતા,પવિત્ર કર્મની રાહ પ્રેરી જાય.
પવિત્ર માતાને શ્રધ્ધાથી વંદન કરે,મળેલદેહને પાવનકૃપા મળી જાય
નવરાત્રીના નવ દીવસમાં,ગરબે ધુમતા ભક્તોને માદર્શન આપી જાય
માતાએ લીધેલ નવસ્વરૂપ ભારતમાં,જે ધરતીને પાવનપણ કરી જાય
શ્રધ્ધાભક્તિથી પવિત્ર જીવન જીવતાદેહથી,માતાની પરમકૃપા મેળવાય
.....હિંદુ ધર્મમાં માનવદેહને પવિત્રરાહ દેતા,પવિત્ર કર્મની રાહ પ્રેરી જાય.
પાવનપ્રેમ મળે માતાનો જીવનમાં,જે મારા દેહને પરમશાંંતિ દઈ જાય
માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે નમો નમઃથી,વંદન સંગે પ્રાર્થના કરી પુંજાય
દુર્ગામાતાના નવ સ્વરૂપના મને,નવરાત્રીમાં પવિત્રદર્શન પણ થઈજાય
એ પવિત્રકૃપા અવનીપર માતાની,જે હિંદુધર્મને જગતમાં પાવનકરીજાય
.....હિંદુ ધર્મમાં માનવદેહને પવિત્રરાહ દેતા,પવિત્ર કર્મની રાહ પ્રેરી જાય.
**********************************************************
January 24th 2021
++
++
. શ્રધ્ધાથી ભક્તિ
તાઃ૨૪/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્માની પ્રેમથીકૃપા મળે,જે પવિત્રજીવન કરી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા જીવનમાં,માનવદેહને પાવન કૃપા મળી જાય
....એજ સાચી ભક્તિ મળેલદેહની,જે ગતજન્મના થયેલકર્મને દુર કરી જાય.
પાવનકર્મનો સંગાથ મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભાવથી પુંજન થાય
ભજનભક્તિની પાવન કૃપા દેહને,જે અપેક્ષા આફતથી દુર કરી જાય
મળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,એ પવિત્રરાહે કર્મ કરાવી જાય
જગતમાં શ્રધ્ધાભાવથી પ્રાર્થનાકરતા,પવિત્ર હિંદુધર્મની ઓળખાણ થાય
....એજ સાચી ભક્તિ મળેલદેહની,જે ગતજન્મના થયેલકર્મને દુર કરી જાય.
મોહ માયા એ સ્પર્શે દેહને જીવનમાં,એ કળીયુગની અસરથીજ મેળવાય
પાવનરાહનો સંગાથ મળે દેહને,જે મળેલ માનવદેહને ભક્તિ કરાવી જાય
ઉજવળ જીવનની પવિત્રરાહની કેડી,એ શ્રધ્ધાથી ધુપ દીપ પ્રગટાવી જાય
એદેહના પવિત્રકર્મ અવનીપર,જે જીવને આવનજાવનથી મુક્તિ આપીજાય
....એજ સાચી ભક્તિ મળેલદેહની,જે ગતજન્મના થયેલકર્મને દુર કરી જાય.
#############################################################