March 18th 2021

. .શેરડીથી આવ્યા
તાઃ૧૮/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રવ્હાલા સંત અમારા સાંઇબાબા,શ્રધ્ધાપારખી શેરડીથી પધાર્યા અહીં
પવિત્રકૃપા મળી બાબાની ભક્તોને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃ બોલાય
.....શ્રધ્ધાની આંગળી ચીંધી મળેલદેહને,જે હિંદુમુસ્લીમ ધર્મથી નાકોઇથી ભટકાય.
મળેલદેહથી પધાર્યા પાર્થીવ ગામમાં,જે શેરડીમાં પધારી પ્રેરણા આપી જાય
માનવજીવનને પ્રેમથી પ્રેરણા આપવા,દ્વારકામાઈનો પવિત્ર સંગાથ મેળવાય
અવનીપરના આગમનનો સંબંધ જીવને,જે ગતજન્મના થયેલકર્મથીમળી જાય
શ્રધ્ધારાખીને વંદન કરતા પરમાત્માને,પાવનકૃપા જીવને મળેલ દેહ પર થાય
.....શ્રધ્ધાની આંગળી ચીંધી મળેલદેહને,જે હિંદુમુસ્લીમ ધર્મથી નાકોઇથી ભટકાય.
માનવદેહને સંબંધ ગતજન્મના કર્મનો,જે અવનીપર આવનજાવન આપીજાય
પવિત્ર સંત સાંઇબાબાએ આંગળી ચીંધી,કે શ્રધ્ધાસબુરીને સમજીને જીવાય
ધર્મનો સંબંધ નાકોઇ મળેલદેહને,અવનીપર એ માનવીથી જીવવા પ્રેરીજાય
અલ્લાહ ઇશ્વર એ શ્રધ્ધા માનવીની,ના કોઇ ધર્મકર્મને દુર રાખીને જીવાય
.....શ્રધ્ધાની આંગળી ચીંધી મળેલદેહને,જે હિંદુમુસ્લીમ ધર્મથી નાકોઇથી ભટકાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
March 18th 2021
**
**
. .જય જલારામ
તાઃ૧૮/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરમાં એ પવિત્ર પરિવાર હતો,જે જલારામની પ્રેરણાએ પવિત્ર થાય
મળે માનવ જીવનમાં કુદરતની કૃપા થઈ,એ દેહને પવિત્રમાર્ગે લઈ જાય
....ના મોહમાયા કે કોઇ અપેક્ષા રાખી,મળેલ જીવના દેહને પાવન કરી જાય.
પરમાત્માનો પ્રેમમળ્યો જીવનમાં,જે દેહનેપવિત્રકર્મની આંગળી ચીંધી જાય
પવિત્ર શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા,સત્કર્મનો સંગાથ પરમાત્મા આપી જાય
આંગળી ચીંધી પવિત્ર ભોજનની,જે મળેલ માનવદેહને અન્નદાન કરી જાય
જન્મથી મળેલ માનવદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં સુખશાંંતિથીદેખાય
....ના મોહમાયા કે કોઇ અપેક્ષા રાખી,મળેલ જીવના દેહને પાવન કરી જાય.
મળ્યો માબાપનો પ્રેમ જલારામને,જે જીવનમા સત્કર્મનો સંગાથ આપી જાય
પાવનકૃપાથી પરમાત્માએ પ્રેરણા કરી,સંગે પત્નિવીરબાઈનો સાથ મળીજાય
જલારામને પ્રેરણા મળી જે ભુખ્યાને ખવડાવી જાય,એજ પાવનકર્મ કહેવાય
શ્રધ્ધાની પરખ કરવા પધાર્યા પરમાત્મા,જે વિરબાઈને સેવા કરવા લઈ જાય
....ના મોહમાયા કે કોઇ અપેક્ષા રાખી,મળેલ જીવના દેહને પાવન કરી જાય.
==============================================================