April 14th 2021
. .પવિત્ર કલમની કેડી
તાઃ૧૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માતા સરસ્વતીની પવિત્રકૃપા,જ્યાં પવિત્રરાહે કલમને પકડાય
શ્રધ્ધાભાવનાથી કલમ પકડતા,પવિત્ર શબ્દથી રચનાઓ થઈ જાય
....એજ કૃપા માતાની થઈ હ્યુસ્ટનમાં,જે સાહિત્યની સરીતાને વહાવી જાય.
પ્રેમથી કલમનેપકડી વિચારતા,સમયસંગે ચાલતા માતાની કૃપા થાય
નિખાલસ ભાવનાથી પ્રેરણા મળે,જે રચનાનુ સર્જનકરવા પ્રેરી જાય
સાહિત્યની સરીતા ભારતથી જગતમાંંવહે,જે કલમપ્રેમીઓથી દેખાય
હ્યુસ્ટન એ પવિત્ર રાહ છે,જ્યાં કલમના પ્રેમીઓથી રચનાઓ થાય
....એજ કૃપા માતાની થઈ હ્યુસ્ટનમાં,જે સાહિત્યની સરીતાને વહાવી જાય.
સમયને સમજીને ચાલતા કલમપ્રેમીઓ,પ્રેરણાએ બેઠકમાં મળી જાય
પવિત્રપ્રેમ મળે સાહિત્યપ્રેમીઓનો,જે પકડેલકલમથી રચના કરી જાય
ગુજરાતી ભાષાને પવિત્ર કરવા ગુજરાતથી,પ્રેમથી હ્યુસ્ટન આવી જાય
એજકૃપા માતાની જે કલમપ્રેમીઓને,પવિત્રપ્રેમ સંગે રચનાકરાવી જાય
....એજ કૃપા માતાની થઈ હ્યુસ્ટનમાં,જે સાહિત્યની સરીતાને વહાવી જાય.
===========================================================
April 14th 2021
##
##
. .શ્રીમતી લક્ષ્મીમાતા
તાઃ૧૪/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપાળુ માતા છે જગતમાં,જે શ્રીમતી લક્ષ્મીમાતાથી ઓળખાય
પવિત્ર પતિદેવ શ્રીવિષ્ણુ ભગવાન છે,એજ ભક્તોપર કૃપા કરાવી જાય
...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય.
પવિત્ર ભુમી ભારતમાં જન્મલીધો છે,સંગે શ્રીવિષ્ણુજી જીવનસાથી થાય
શ્રધ્ધાથી માતાની પુંજા કરતાજ,દેહને સંતાન આપી કુળને વધારી જાય
લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતા,વૈભવલક્ષ્મીમાતા,સંગે સંતાનલક્ષ્મી કહેવાય
મળેલ માનવદેહપરજ કૃપા કરતા,જીવનમાં સંતાનથી કુળને વધારી જાય
...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય.
પરમાત્માની કૃપાએ પવિત્રદેહલઈ,જગતમાં જીવોને પાવનરાહ આપીજાય
દુનીયામાં ભારતજ પવિત્રભુમી છે,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈ જાય
જીવને ગત જન્મના કર્મથી દેહમળે,જે માનવદેહને સમયસંગે ચલાવીજાય
માનવજીવનમાં ધન એ સુખ આપી જાય,જ્યાં માતાની પાવનકૃપા થાય
...પરમાત્માની કૃપાએ માતાનો દેહ લીધો,જે અનેક ભાવનાથી પુંજા કરાવી જાય.
===============================================================