April 19th 2021

પવિત્ર પ્રેમ સાંકળ

ખુબજ ચમત્કારીક માનવામાં આવે છે આ શ્રીકૃષ્ણ મંત્રને, સંકટ સમયે જપ કરવાથી દૂર થશે તમામ દુ:ખ - Moje Mastram

.          .પવિત્ર પ્રેમ સાંકળ 

 તાઃ૧૯/૪/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
પવિત્ર પ્રેમ મળે મમ્મીનો સંતાનને,જે દેહને પાવનરાહે લઈ જાય
જીવનમાં સંબંધછે કર્મનો,મળેલદેહના જીવને પવિત્રપ્રેમ મળીજાય
....સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
કુદરતની આકૃપા અવનીપર નિરાળી,નિખાલસ ભાવનાથી પ્રેરીજાય
માનવદેહને સમયનો સંબંધ છે જીવનમાં,જે સમયે કર્મ કરાવી જાય
મમ્મીનો સંતાનને સમયે પ્રેમ મળે,એ નિખાલસ પવિત્ર પ્રેમ કહેવાય
સમયની સાથે ચાલતા અનુભવ થાય,જે બાળકને આનંદઆપી જાય
...સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
પવિત્રપ્રેમની સાંકળ એજ સુખઆપે,જે પ્રેમની જ્યોત પ્રગટાવી જાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહને મળી જાય
પાવનરાહે જીવનજીવતા અનેકના,નિખાલસ પ્રેમથી જીવને શાંંતિ થાય
જીવને દેહ મળે અવનીપર,જે ગત જન્મના દેહના કર્મનીજ મળી જાય 
...સમયની સાથે ચાલતા બાળપણ,જુવાનીમાં પ્રવિત્રરીતે સમયને સચવાય.
###########################################################
April 19th 2021

કાલરાત્રી માતા

***સાતમાં નોરતે કરો માં કાલરાત્રિની પૂજા, ગ્રહ બાધાઓ અને ભય થશે દૂર…***

.             .કાલરાત્રી માતા  

તાઃ૧૯/૪/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
         (દુર્ગામાતાનુ સાતમુ સ્વરૂપ)    

પવિત્ર શક્તિશાળી માતા હિંદુ ધર્મમાં,માતા દુર્ગાથી જગતમાં પુંજાય
હિંદુધર્મમાં પવિત્ર તહેવારો ઉજવાય,જે માનવદેહથી પવિત્રકર્મ કરાય
....નવરાત્રીના નવદીવસ માદુર્ગાના,નવ સ્વરૂપની ગરબા રમીને પુંજા થાય.
આજે પવિત્રનવરાત્રીનુ નવમુનોરતુ,જેમાં માતા કાલરાત્રીની પૂંજા થાય
આરતી કરીને વંદન સહિત માતાને,તાલી પાડીને ગરબે ઘુમીને પુંજાય
પવિત્ર દુર્ગા માતા પરમકૃપાળુ છે,જે નવસ્વરૂપથી દર્શન કરાવી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જે જીવને અંતે મુક્તિ આપીજાય
....નવરાત્રીના નવદીવસ માદુર્ગાના,નવ સ્વરૂપની ગરબા રમીને પુંજા થાય.
હિંદુધર્મમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પરમાત્મા અનેક દેહથી જન્મી જાય
જીવને સમયસંગે પવિત્રકૃપા થાય પરમાત્માની,જે દેહને ભક્તિઆપી જાય
મળેલદેહની માનવતા પ્રસરતા,જીવનમાં આફત તકલીફથીએ બચાવી જાય
પ્રભુએ ભારતમાં અનેકદેહ લીધા છે,જેની પુંજા માટે મંદીરમાંય વંદન થાય
....નવરાત્રીના નવદીવસ માદુર્ગાના,નવ સ્વરૂપની ગરબા રમીને પુંજા થાય.
==========================================================
         ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++