September 15th 2022

પવિત્રશ્રધ્ધા ભક્તિ

******
.            પવિત્રશ્રધ્ધા ભક્તિ 

તાઃ૧૫/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને પવિત્રસંતની પાવનકૃપાએ,સમયે મંદીરમાં દર્શન કરાવી જાય
સંત જલારામ અને સાંઇબાબાની પવિત્રકૃપાએ,ગુરુવારે ભક્તને મંદીર લઈ જાય
.....એ પવિત્રકૃપાથી મળેલદેહને ભક્તિ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી વંદન કરાય.
અવનીપરનુ જીવનુ આગમન એ ભગવાનની,પાવનકૃપાએ માનવદેહ મળી જાય
ભારતદેશની ભુમીથી પ્રેરણા મળે દેહને,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પવિત્રસંત જન્મ્યા વિરપુરગામમાં,જે અન્નદાનની પ્રેરણાથી પ્રભુકૃપાની મળીજાય
હિંદુધર્મની પવિત્ર પ્રેરણા કરવા પાર્થીવગામમાં,સંત સાંઇબાબા જન્મ લઈ જાય
.....એ પવિત્રકૃપાથી મળેલદેહને ભક્તિ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી વંદન કરાય.
જીવને મળેલદેહને ગતજન્મના થયેલ કર્મનો સંબંધ,ના જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા મળે ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
પવિત્રપ્રેરણા કરવા પાર્થીવગામથી સાંઇબાબા શેરડીઆવી દેહને પ્રેરણાકરીજાય
મળેલદેહને શ્રધ્ધા અને સબુરીની પવિત્ર પ્રેરણા કરી,જે દેહને કૃપા મળી જાય
.....એ પવિત્રકૃપાથી મળેલદેહને ભક્તિ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી વંદન કરાય.
પવિત્ર હિંદુધર્મને ભારતદેશથી જગતમાં પ્રસરાવ્યો,જે મળેલમાનવદેહને પ્રેરીજાય
જીવને મળેલદેહને પ્રભુની પ્રેરણામળે,જે જીવનમાં પવિત્રરાહે જીવનજીવાડીજાય
નાકોઇ અપેક્ષા એજીવન જીવીગયા ભારતમાં,એ પવિત્રકૃપાની પ્રેરણા કરીજાય
જીવનમાં જય શ્રીજલારામ સંગે ઓમ શ્રી સાંઇનાથાય નમઃથી ઘરમાં પુંજાથાય
.....એ પવિત્રકૃપાથી મળેલદેહને ભક્તિ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી વંદન કરાય 
##################################################################