September 30th 2022

ભક્તિની પવિત્રજ્યોત

Navratri 2022: નવરાત્રિમાં અખંડ જ્યોતિ શા માટે પ્રગટાવવામાં આવે છે? જાણો શું છે તેનું મહત્વ
.             ભક્તિની પવિત્રજ્યોત

તાઃ૩૦/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ        

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જે માનવદેહને પવિત્ર ભક્તિ આપી જાય
જીવને માનવદેહમળે એ કુદરતનીકૃપા કહેવાય,જે જીવને જગતમાં સમયસાથે લઈજાય
....અવનીપર જીવને આગમનવિદાયથી કર્મ આપી જાય,જે જન્મમરણથી અનુભવ થઇ જાય.
પવિત્રકૃપા પરમાત્માની જે મળેલદેહને પવિત્રકર્મથી,જીવન જીવાડીજાય એ કૃપાકહેવાય
ભગવાને ભારતદેશમાં દેવ અને દેવીઓથી દેહલીધા,જે માનવદેહને ભક્તિરાહે દોરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે જીવને મળેલ દેહને,પવિત્ર જીવનથી દેહને જીવાડી જાય
અજબકૃપાળુ ભગવાન છે ભારતદેશથી,જે મળેલ માનવદેહને પવિત્ર ભક્તિ આપી જાય
....અવનીપર જીવને આગમનવિદાયથી કર્મ આપી જાય,જે જન્મમરણથી અનુભવ થઇ જાય.
જીવને જગતમાં સમયે પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
માનવદેહને નિખાલસ ભાવનાથી જીવન જીવતા,પરમાત્માની કૃપાએજ ભક્તિ મળી જાય
હિંદુ ધર્મમાં દેહને પવિત્રરાહ મળે,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતી કરાય
શ્રધ્ધારાખીને દેવ દેવીની પુંજા કરતા,માનવદેહના ઘરમાં ભક્તિની પવિત્રજ્યોત પ્રગટીજાય
....અવનીપર જીવને આગમનવિદાયથી કર્મ આપી જાય,જે જન્મમરણથી અનુભવ થઇ જાય.
=========================================================================
#####ૐ ૐ ૐ ૐ ૐ#####ૐ ૐ ૐ ૐ ૐ #####ૐ ૐ ૐ ૐ ૐ #####**********
=========================================================================

 

September 30th 2022

પવિત્ર પાંચમી નવરાત્રી

Dharmik Topic | Dharmik Duniya ni janvajevi vato | Page 2

.            પવિત્રપાંચમી નવરાત્રી

તાઃ૩૦/૯/૨૦૨૨      (સ્કંદમાતા)       પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રશક્તિ છે દુર્ગામાતાની,તેમના પવિત્ર નવસ્વરુપની કૃપા મળી જાય
નવરાત્રીના પવિત્ર નવદીવસમાં માતાનીકૃપામળે,જે મળેલદેહને પવિત્રરાહે લઇ જાય
...પવિત્ર નવરાત્રીના પાંચમા દીવસે સ્કંદમાતાની આરતી કરીને ભક્તોથી ગરબા ગવાય.
પવિત્ર દુર્ગામાતાના નવરાત્રીના તહેવારમા,પાંચમા નોરતેજ સ્કંદમાતાને વંદન કરાય
પવિત્રકૃપાળુમાતાછે હિંદુધર્મમાં,ભક્તોથી તાલીપાડીને ગરબા રમતા કૃપા અનુભવાય 
જગતમાં પવિત્રધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથીજ જન્મ લઈ જાય 
હિંદુધર્મમાં પવિત્ર દેવઅનેદેવીઓથી,ભારતમાં જન્મીજાય જે જગતમાં સુખ આપીજાય 
...પવિત્ર નવરાત્રીના પાંચમા દીવસે સ્કંદમાતાની આરતી કરીને ભક્તોથી ગરબા ગવાય. 
હિંદુ ધર્મમાં સમયે નવરાત્રીનો તહેવાર ઉજવાય,જેમાં દુર્ગામાતાના નવસ્વરૂપનેપુંજાય 
પવિત્ર નવરાત્રીમાં દુર્ગામાતાની કૃપાએ,આજે પાંચમુ નોરતુ જે સ્કંદમાતાની પુંજાથાય 
માતાને શ્ર્ધ્ધાથી વદન કરવા ભક્તો,તાલી પાડીને ગરબારમી માતાને રાજી કરીજાય 
ગરબેરમીને માતાના પાંચમા સ્વરૂપ શ્રી સ્કંદમાતાથી હિંદુધર્મનીશાન પવિત્ર કરીજાય 
...પવિત્ર નવરાત્રીના પાંચમા દીવસે સ્કંદમાતાની આરતી કરીને ભક્તોથી ગરબા ગવાય.
**********************************************************************