September 13th 2022

પાવન ભક્તિનો સંગાથ

જાણવા જેવું — ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય
.           પાવન ભક્તિનો સંગાથ

તાઃ૧૩/૯/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,જે અવનીપર લાવી જાય
મળેલદેહને જગતમાં કર્મનો સંબંધ મળે,જે ગતજન્મના દેહથીજ મેળવાય
.....જીવને અવનીપરનો આગમનવિદાયનો સંબંધ,એ સમયની સાથે લઈ જાય.
જીવનમાં કર્મની અનેકરાહમળે માનવદેહને,જે કુદરતની આલીલા કહેવાય
જગતમાં નાકોઇ જીવથી દુરરહેવાય,પ્રભુની કૃપાએજ જીવન જીવી જવાય
સમયે દેહને પવિત્રપ્રેરણા મળે,જે મળેલદેહપર કૃપાએ ભક્તિરાહ મેળવાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશમાં કહેવાય,જ્યાં અનેકદેહથી જન્મી જાય 
.....જીવને અવનીપરનો આગમનવિદાયનો સંબંધ,એ સમયની સાથે લઈ જાય.
ભગવાને અનેકદેહલીધા છે ભારતદેશમાં,જે દેવ અને દેવીઓની પુંજાકરાય
જગતમાં પરમાત્માનીકૃપાએ હિંદુધર્મના,અનેક પવિત્રમંદીરપણ બંધાઇ જાય
શ્રધ્ધારાખીને માનવદેહથી ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
દેહને જીવનમાં પાવન ભક્તિનોસંગાથ મળે,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાય
.....જીવને અવનીપરનો આગમનવિદાયનો સંબંધ,એ સમયની સાથે લઈ જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મછે,જેમાં પ્રભુ દેવદેવીઓથી ભારતદેશમાં જન્મીજાય
પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને ભગવાનની પુંજાકરાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનાદેહને વંદન કરતાજ,કૃપા મળતી જાય
જીવનનુઆગમન જન્મથી અનેકદેહથી,માનવદેહ એ પ્રભુનીકૃપાએ મળીજાય
.....જીવને અવનીપરનો આગમનવિદાયનો સંબંધ,એ સમયની સાથે લઈ જાય.
#################################################################