September 5th 2022

કૃપા સમયનો

ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની કૃપા. |
.            કૃપા સમયની

તાઃ૫/૯/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અવનીપર મળે માનવદેહ જીવને,એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા કહેવાય
જન્મમરણનો સંબંધ જીવને ધરતીપર,નાકોઇજ જીવથી જગતથી દુર રહેવાય
....પવિત્રકૃપા પરમામાની જગતમાં જીવનેમળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય.
અદભુતલીલા છે ભગવાનની અવનીપર,એજીવનાદેહને આવનજાવનથીસમજાય
અવનીપર અનેકદેહથી જીવને દેહમળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
પ્રાણીપશુજાનવરઅને પક્ષી એનિરાધાર દેહછે,માનવદેહ એપ્રભુની કૃપા કહેવાય
જીવને મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે ભગવાનની કૃપાએ સમજાય
....પવિત્રકૃપા પરમામાની જગતમાં જીવનેમળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય.
માનવદેહને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ દેહથી દુર રહીને જીવાય
જીવને જન્મમળતા માબાપનોપ્રેમ મળે,જે દેહને સમયની સાથેલઈ જીવાડીજાય
મળેલદેહને ભગવાનનીકૃપા સમયસાથે લઈ જાય,જે ઉંમર પ્રમાણે જીવાડી જાય
સમયને પારખી જીવતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપાએ ભક્તિ મળીજાય
....પવિત્રકૃપા પરમામાની જગતમાં જીવનેમળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય.
********************************************************************

September 5th 2022

બમબમ ભોલેનાથ

શિવ પરિવાર સાથે સંબંધિત પગલાં, જે તમારી દરેક સમસ્યાને દૂર કરશે અને તમારું જીવન બદલી નાખશે. - Gujarati Paper
.          .બમબમ ભોલેનાથ

તાઃ૫/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
પવિત્રદેહ લીધો પરમાત્માએ ભારતદેશમાં,જે પવિત્રકૃપાળુ મહાદેવ પણ કહેવાય
હિંદુધર્મની પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જેમને ઑમ નમઃશિવાયથી પુંજનથાય
....અનેક પવિત્ર નામથી શંકરભગવાનને પુંજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન કરાય.
પવિત્રકૃપાળુ પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધા,એમની શ્રધ્ધાથીજ પુંજન કરાય
શ્રી શંકર ભગવાનને હિંદુધર્મમાં મહાદેવ,સાથે ભોલેનાથ અને શિવજીપણ કહેવાય
સમયે ભગવાને હિમાલયની પવિત્રપુત્રી પાર્વતીથી,લગ્ન કર્યા જે માતાપાર્વતી થયા
પરમકૃપાળુ ભગવાન ભારતમાં જન્મલઈ જાય,જેમની હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજાથાય
....અનેક પવિત્ર નામથી શંકરભગવાનને પુંજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન કરાય.
જગતમાં પવિત્રભુમી ભારતદેશની થઈ,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય
શંકર ભગવાન પવિત્ર શક્તિશાળી દેવ છે,જેમના શિવલીંગપર દુધથી અર્ચના કરાય
માતા પાર્વતીની કૃપાએ પવિત્રસંતાન થયા,જે ગણેશ કાર્તિકેય અશોકસુદરી કહેવાય
પવિત્રસંતાન શ્રી ગણેશ હિંદુધર્મમાં ભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તાથી પુંજા કરાવીજાય
....અનેક પવિત્ર નામથી શંકરભગવાનને પુંજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન કરાય.
હરહર ભોલે મહાદેવ સાથે બમબમ ભોલે મહાદેવ બોલી,શંકર ભગવાનને વંદનકરાય
હિંદુધર્મમાં પરમાત્માએ લીધેલાદેહની જગતમાં પુંજાથાય,એ માનવદેહનેસુખ આપીજાય
મળેલ માનવદેહને કર્મનોસંબંધ અવનીપર,જે જીવને ધરતીપર જન્મમરણ આપી જાય
માનવદેહ એ પરમાત્માની કૃપા જીવપર,એ બીજા અનેક નિરાધારદેહથી બચાવી જાય
....અનેક પવિત્ર નામથી શંકરભગવાનને પુંજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન કરાય.
#######################################################################