September 26th 2022

પાવનરાહે પ્રેમ મળે


.             પાવનરાહે પ્રેમ મળે

તાઃ૨૬/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાભાવનાથી હિંદુધર્મમાં ભગવાનની,પવિત્રકૃપાએ માનવદેહને સુખ મળી જાય
જીવને અવનીપર સમયેજ માનવદેહ મળે,જે અનેક નિરાધારદેહથી બચાવી જાય 
.... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય.
અજબકૃપા મળે માનવદેહને જે ભારતદેશની કૃપા કહેવાય,જ્યાં પ્રભુ જન્મી જાય
ભારતની ભુમીને જગતમાં પવિત્રકરવા,ભગવાન દેવદેવીઓથી પવિત્રજન્મ લઈજાય
અનેક પવિત્રદેહલીધા માતાએ જે માનવદેહને,શ્રધ્ધાભક્તિથી પાવનરાહ મળી જાય
પવિત્રમાતા દુર્ગાએ હિંદુધર્મમાં નવસ્વરૂપલીધા,જે નવરાત્રીમાં ગરબા રમાડી જાય 
.... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય
પરમકૃપાળુ પરમાત્મા છે ભારતદેશથી,જે જીવના માનવદેહને જીવનમાં સુખઆપીજાય
શ્રધ્ધારાખીને ભગવાનને વંદનકરી પાર્થનાકરતા,મળેલદેહને જીવનમાંપાવનરાહમળીજાય
પાવનકૃપા મળે માનવદેહને જ્યાં ઘરમાં ધુપદીપકરીને,ભગવાનએ વંદનકરીનેપુંજા થાય
અનેક પવિત્ર માતાએ દેહ લીધા ભારતમાં,જેમની સમયની સાથે જીવનમાં પુંજા કરાય
..... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય.
જીવને અવનીપર અનેકદેહથી જન્મ મળે,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મેળવાય
અવનીપર જન્મમરણથી દેહનુ આગમન મળે,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહ એ પાવનકૃપાએ જીવને મળે,જે ગતજન્મના દેહથી થયેલ કર્મથીજમળીજાય
પ્રભુની કૃપાએ દેહને ના મોહમાયા અડે જીવનમાં,ના આશા કે અપેક્ષાથીય જીવાય
..... મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં પાવનરાહે ભક્તિ મળી જાય.
***********************************************************************
September 26th 2022

હિંદુધ્ર્મનો પવિત્ર તહેવાર

નવલી નવરાત્રીનો શુભારંભ: પ્રથમ નોરતે આ રીતે કરો માઁ શૈલપુત્રીની આરાધના
.          .હિંદુધર્મનો પવિત્ર તહેવાર 

તાઃ૨૬/૯/૨૦૨૨  (નવરાત્રીનો પ્રારંભ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્ર હિંદુધર્મ છે જગતમાં ભારતદેશથી,જે સમયે પવિત્ર તહેવારને જગતમાં ઉજવાય
પવિત્ર જ્યોતપ્રગટી મળેલ માનવદેહની,એ માતાદુર્ગાની કૃપાએ નવરાત્રીએગરબાગવાય
....ંપવિત્રકૃપાળુ દુર્ગા માતા છે,જેમના નવસ્વરૂપની માતાજીની પવિત્ર પ્રસંગે પુંજા કરાય.
દુર્ગા માતાની પવિત્રકૃપા ભારતદેશથી,જે હિંદુધર્મમાં સમયે પવિત્ર તહેવર આપી જાય
મળ્યો પવિત્ર તહેવાર પુજ્ય દુર્ગા માતાનો મને,જે અમેરીકામાંય નવરાત્રીથી ઉજવાય
નવરાત્રીના નવદિવસમાં દુર્ગામાતાના,નવ સ્વરૂપના ગરબા ગાઈને માતાને વંદનથાય
તાલીપાડીને ગરબેગાતા બહેનોની ભક્તિને સ્વીકારી,માતાની પવિત્ર કૃપા મળી જાય 
....ંપવિત્રકૃપાળુ દુર્ગા માતા છે,જેમના નવસ્વરૂપની માતાજીની પવિત્ર પ્રસંગે પુંજા કરાય.
પ્રથમદીવસ નવરાત્રીમાં નવદુર્ગામાતાનો,જે માતા શેલપુત્રીથી આવી ગરબારમાવીજાય
માતાના પ્રથમ સ્વરૂપને તાલીપાડીને ગરબે રમતા,શ્રધ્ધાથી માતાને પ્રેમથી વંદનથાય
દુર્ગા માતાની પવિત્રકૃપાથી માતાના નવસ્વરૂપને વંદન કરવા,નવદીવસ ગરબાગવાય
જગતમાં માતાની પવિત્રકૃપા ભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેવદેવીઓથી જન્મી જ
....ંપવિત્રકૃપાળુ દુર્ગા માતા છે,જેમના નવસ્વરૂપની માતાજીની પવિત્ર પ્રસંગે પુંજા કરાય.
#########################################################################