June 8th 2017
....
....
. .જલારામને પ્રેરણા
તાઃ૮/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને પ્રેરણા આપી નિર્મળ,જે મળેલ જન્મને સાર્થક કરી જાય
અવનીપરના બંધનને છોડવા,પરમાત્માની કૃપાએ અન્નદાન દઈ જાય
.....એ જ સંકેત છે અવિનાશીનો,અંતે ઝોળી ને ડંડો આપીને ભાગી જાય.
ભંક્તિમાર્ગની ચીંધી આંગળી જલારામને,ના મંદીરની અપેક્ષા રખાય
નિર્મળ ભાવનાએ જીવન જીવતા,પવિત્ર જીવ વિરબાઈનોજ કહેવાય
સંસ્કારની સાચી નિર્મળરાહ મળે માબાપથી,જે તેમના વર્તને દેખાય
જલારામની શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્મા પરિક્ષા કરી જાય
.....એ જ સંકેત છે અવિનાશીનો,અંતે ઝોળી ને ડંડો આપીને ભાગી જાય.
અનેકદેહોને ભોજન દઈને જીવતા,જ્યાં આશિર્વાદની વર્ષા થઈ જાય
અપેક્ષાની ના ચાદર ઓઢતા જીવનમા,પાવન કર્મની પ્રેરણા મેળવાય
સંત ભોજલરામની ચીંધેલઆંગળી,સંસારને પવિત્રરાહ પણ આપી જાય
મળેલપ્રેમ માબાપનો જીવનમાં,ઉજવળરાહે જીવને મુક્તિમાર્ગ દઈ જાય
.....એ જ સંકેત છે અવિનાશીનો,અંતે ઝોળી ને ડંડો આપીને ભાગી જાય.
========================================================
No comments yet.