April 8th 2021
###
###
.માનવતાની મહેંક
તાઃ૮/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવદેહ અવનીપર જીવને,જે ગત જન્મના કર્મથી મળી જાય
પવિત્રરાહે જીવન જીવવા શેરડી આવ્યા,જે પવિત્રકર્મથી જીવી જાય
....એવા એ વ્હાલા માનવી થયા,જે હિંદુમુસ્લીમને માનવતા આપી જાય.
માનવદેહને સંબંધ કર્મથી જે જીવનમાં,પ્રેરણા આપતા દેહને સમજાય
સાંઈબાબા એવ્હાલા યોગી થયા,જે જીવનમાં પવિત્રપ્રેરણા આપીજાય
જગતમાં ધર્મને પકડીને ચાલવુ,એ પળેપળ દેહને સમજણ આપી જાય
પવિત્ર પ્રેરણાકરી બાબાએ શેરડીથી,કે શ્રધ્ધાશબુરીથી શાંંતિ મેળવાય
....એવા એ વ્હાલા માનવી થયા,જે હિંદુમુસ્લીમને માનવતા આપી જાય.
નિરાધારદેહથી આવ્યા શેરડીમાં,જ્યાં દ્વારકામાઈથી જીવનમાંમદદથાય
મળેલદેહથી પરમાત્માને પ્રાર્થના કરી,જે માનવદેહને પરમપ્રેમ દઈ જાય
અનેકદેહથી ભારતદેશમાં જન્મ્યા,એજ પ્રભુનો પાવનપ્રેમ સૌથી મેળવાય
જીવનમાં ધર્મની પ્રેરણામાં સમજાયુ,કે માનવદેહથી શ્રધ્ધાસબુરીથી પુંજાય
....એવા એ વ્હાલા માનવી થયા,જે હિંદુમુસ્લીમને માનવતા આપી જાય.
============================================================
April 8th 2021
###
###
. .જોગી જલીયાણ
તાઃ૮/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખતા જીવનમાં પવિત્રરાહ મળી,જ્યાં પરમાત્માની કૃપા થાય
મળેલ માનવદેહને સત્કર્મનો સાથ મળે,એ વિરબાઈનો સંગાથ થાય
.....પરમકૃપાળુ પરમાત્મા છે જીવનમાં,જે પવિત્ર પત્નિ વિરબાઈથી સમજાય.
વિરપુરમાં પવિત્રદેહ મળ્યો,જે માતા રાજમાઈને પિતા પ્રધાનથી મળે
જગતમાં ઠક્કર કુળને પવિત્ર કરવા,જીવનમાં પ્રભુની કૃપા મળી જાય
સત્કર્મનો સંગાથ મળ્યો પવિત્રરાહે,જે કાકાની દુકાન એ ચલાવી જાય
સમયની સાથે ચાલતા પવિત્ર કર્મથી,પરમાત્માની પાવનકૃપા મેળવાય
.....પરમકૃપાળુ પરમાત્મા છે જીવનમાં,જે પવિત્ર પત્નિ વિરબાઈથી સમજાય.
પ્રભાતે પરમાત્માને વંદન કરતા,પવિત્રરાહે કર્મ થતા એ જોગી કહેવાય
ના અભિમાનની કોઇચાદરઅડે,કે નામોહમાયાની સાંકળપણ અડી જાય
જલારામનુ પવિત્ર નામ માબાપની કૃપાએ મળ્યુ,જે જગતમાંય સચવાય
પત્નિ વિરબાઈ એ પવિત્રજીવ હતો,જે શ્રધ્ધાએ પ્રભુની સેવાકરવા જાય
.....પરમકૃપાળુ પરમાત્મા છે જીવનમાં,જે પવિત્ર પત્નિ વિરબાઈથી સમજાય.
હિંદુધર્મએ પવિત્રધર્મ જગતમાં,જે પ્રભુ અનેકદેહથી ભારતમાં જન્મી જાય
જગતમાં પવિત્રભુમીજ ભારતછે,જ્યાં પ્રભુએ દેહલીધા જેમંદીરથી સમજાય
મળેલ માનવદેહપર કૃપા કરી પરમાત્માએ,જે ભક્તિની રાહ આપી જાય
જીવનમાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજાકરતા,જીવને દેહથી મુક્તિ મળી જાય
.....પરમકૃપાળુ પરમાત્મા છે જીવનમાં,જે પવિત્ર પત્નિ વિરબાઈથી સમજાય.
##############################################################