October 4th 2021
. .માતાનો પ્રેમ મળે
તાઃ૪/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર નવરાત્રીના તહેવારમાં,તાલીપાડીને ગરબે ઘુમતા માતાની કૃપા થાય
નવદીવસે ગરબે ઘુમવા દુર્ગામાતાના,નવ સ્વરૂપની પુંજાએ ગરબાજ ગવાય
.....પવિત્ર માતાનો પ્રેમ મળે ભક્તોને,જે હિંદુ ધર્મને દુનીયામાં પવિત્ર કરી જાય.
ગરબે ઘુમતા ભક્તોપર માતાની કૃપા,જીવનમાં પવિત્રરાહે સુખ આપી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે દેહને સમયની સાથે લઈ જાય
પવિત્રકૃપાળુ હિંદુધર્મ છે જગતમાં,જે પવિત્રદેહથી ભારતમાંજન્મથી આવીજાય
ભારતદેશને પવિત્ર કર્યો પરમાત્માએ,એ હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મી જાય
.....પવિત્ર માતાનો પ્રેમ મળે ભક્તોને,જે હિંદુ ધર્મને દુનીયામાં પવિત્ર કરી જાય.
દાંડીયા રાસ વગાડી સંગે ગરબે ઘુમતા,પવિત્રશ્રધ્ધાએ ભક્તોને કૃપામળી જાય
પાવાગઢથી કાળકા માતા આવતા,ભક્તોને માતાના આગમનનો અનુભવ થાય
સંગે ગરબે ધુમતા બહેનોના પ્રેમથી,આરાસુરથી માતા અંબાજીપણ આવી જાય
એ પવિત્ર તહેવાર છે હિંદુધર્મનો,જે દરવર્ષે પવિત્રદેવીઓની પાવનકૃપા મેળવાય
.....પવિત્ર માતાનો પ્રેમ મળે ભક્તોને,જે હિંદુ ધર્મને દુનીયામાં પવિત્ર કરી જાય.
##############################################################
No comments yet.