October 13th 2021
**
**
. ભક્તિની પવિત્રરાહ
તાઃ૧૩/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરબે રમતા ભક્તોને નવરાત્રીના તહેવારમાં,દુર્ગામાતાની કૃપા મળી જાય
તાલી પાડીને ગરબે રમતા,સંગે દાંડીયા રાસથીય માતાને રાજી કરીજવાય
....હિંદુધર્મને પવિત્રકર્યો માતાએ ભારતદેશથી,એ પવિત્રતહેવારોને હિંદુધર્મમાં ઉજવાય.
દુર્ગામાતાના નવસ્વરૂપની કૃપામળી,જે નવરાત્રીના નવદીવસમાં મળીજાય
હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરતા ભક્તોને,નવરાત્રીમાં ગરબે રમાડી જાય
માતાની પવિત્રકૃપામળે પવિત્ર તહેવારમાં,જે ભક્તોને પવિત્રરાહ આપીજાય
માનવદેહને ધર્મનો સંબંધ મળે,જગતમાં હિંદુધર્મમાં પ્રભુની કૃપા મળી જાય
....હિંદુધર્મને પવિત્રકર્યો માતાએ ભારતદેશથી,એ પવિત્રતહેવારોને હિંદુધર્મમાં ઉજવાય.
નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવસ્વરૂપને,તાલી પાડીને ગરબે રમીજાય
શ્રધ્ધાથી માતાના સ્વરૂપને પગેલાગવા,દાંડીયા રાસ વગાડીને વંદનકરી જાય
દુર્ગામાતાના નવસ્વરૂપમાં આઠમાસ્વરૂપે,મહાગૌરીમાતાને ગરબેરમીને પુંજાય
સમયની સાથે ચાલતા ભક્તોને માતાની કૄપામળે,જે પવિત્ર જીવન આપીજાય
....હિંદુધર્મને પવિત્રકર્યો માતાએ ભારતદેશથી,એ પવિત્રતહેવારોને હિંદુધર્મમાં ઉજવાય.
###################################################################
No comments yet.