September 24th 2022

પવિત્ર સમયનીકેડી

શ્રીમદ્ ભગવદગીતા અને આરોગ્ય | Shrimad Bhagavad Gita and Health 
.            પવિત્ર સમયનીકેડી

તાઃ૨૪/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપા મળી જગતમાં,જે જીવને મળેલ માનવદેહને અનુભવાય
અદભુતલીલા ભગવાનની અવનીપર,જે સમયે મળેલદેહને થયેલકર્મથી સમજાય
.....જીવને સમયે માનવદેહ મળે જગતમાં,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
જીવને અવનીપરના આગમનથી અનુભવથાય,માનવદેહથી સમયનોસાથમેળવાય
કુદરતની આકૃપા છે અવનીપર જે માનવદેહને,જીવનમાં કર્મનોસંબંધ આપીજાય 
જગતમાં સમયે નિરાધાર દેહમળે,એ જીવને પ્રાણીપશુજાનવરપક્ષીથી મળી જાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,દેહને સમજણથી સમયની સાથેજ ચલાય
.....જીવને સમયે માનવદેહ મળે જગતમાં,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
મળેલદેહને સમયની સમજણમળે,જે માનવદેહને બાળપણજુવાનીઘેડપણથીદેખાય
ભુતકાળને ભુલીને જીવન જીવતા જીવનાદેહને,આવતીકાલની પવિત્રરાહ મેળવાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા પ્રભુનીથઈ ભારતદેશમાં,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મીજાય
માનવદેહને જીવનમાં ભગવાનનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
.....જીવને સમયે માનવદેહ મળે જગતમાં,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
===================================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment