September 29th 2022

. નવરાત્રીનુ ચોથુ નોરતુ
તાઃ૨૯/૯/૨૦૨૨ (કુષ્માંડા માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં નવરાત્રીના પવિત્રતહેવાર,દુર્ગામાતાની પવિત્રકૃપાએ નવરાત્રીને ઉજવાય
પવિત્ર દુર્ગામાતાના નવસ્વરૂપને નવરાત્રીમાં,ગરબા રમીનેજ સ્વરૂપને વંદન કરાય
....પવિત્ર નવરાત્રીના ચોથાનોરતે,માતાના ચોથા સ્વરૂપને મા કુષ્માંડાથી ગરબા ગવાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવીછે ભક્તિથી,જેમાં સમયેઘ્રરમાં માતાની પુંજા કરાય
જગતમાં પવિત્ર હિંદુ ધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મી જાય
દુનીયામાં નાકોઇ ધર્મને સમયે ઉજવાય,ભારતદેશમાં અનેક હિંદુતહેવારને ઉજવાય
જીવને મળેલ માનવદેહથી જગતમાં જન્મ મળે,જે દેહને જન્મમરણથી મળતો જાય
....પવિત્ર નવરાત્રીના ચોથાનોરતે,માતાના ચોથા સ્વરૂપને મા કુષ્માંડાથી ગરબા ગવાય.
નવરાત્રીનો પવિત તહેવાર એમાતાની પવિત્રકૃપા,જે બક્તોને ભક્તિનીરાહઆપીજાય
પરમાત્માની પાવનકૃપાએ ભારતદેશમાં,હિંદુધર્મમાં દર વર્ષેજ સમયે પ્રસંગને ઉજવાય
જીવને અવનીપર મળેલદેહનો સંબંધ,જે સમયે થઈ રહેલ કર્મથીઆગમન મળી જાય
માતાના સ્વરૂપને શ્રધ્ધાથી નવરાત્રીમાં વંદન કરતા,માતાની કૃપાએ મુક્તિ મળીજાય
....પવિત્ર નવરાત્રીના ચોથાનોરતે,માતાના ચોથા સ્વરૂપને મા કુષ્માંડાથી ગરબા ગવાય.
####################################
No comments yet.