January 5th 2023
******
. પ્રવિત્ર પ્રેરણા
તાઃ૫/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા જીવને મળેલમાનવદેહપર,જે જીવનમાં કર્મ કરાવી જાય
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,જે મળેલદેહને સમયે ભક્તિરાહે પ્રેરીજાય
...કુદરતની પાવનકૃપા મળે જીવના દેહને,જે હિંદુધર્મની પવિત્રરાહે ભક્તિ કરાવી જાય.
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,જે દેશને પવિત્ર કરી જાય
સમયને નાપકડાય કોઇથી પણસમજીને જીવાય,જે પવિત્રકર્મથી દેહને પ્રેરીજાય
પરમાત્માની કૃપાએ વિરપુર ગામમાં જન્મીજાય,જે જલારામબાપાથી ઓળખાય
માનવદેહને સમયે પ્રેરણાકરી ભોજનની,જે ભુખ્યાને ભોજના આપી જીવાડીજાય
...કુદરતની પાવનકૃપા મળે જીવના દેહને,જે હિંદુધર્મની પવિત્રરાહે ભક્તિ કરાવી જાય.
જીવના દેહને જગતપર કર્મનો સંબંધ,એ જીવને સમયે જન્મમરણથી મળતોજાય
મળેલદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,શ્રધ્ધારાખીને જીવનમામ કર્મ કરાય
વિરપુરમાં જલારામબાપાએ અનેકરાહે કર્મ કર્યા,જે માનવદેહને પ્રેરણા કરી જાય
ભગવાનનીકૃપાએ એદેહને સંતજલારામથી ઓળખાય,એ અન્નદાનથી જીવાડીજાય
...કુદરતની પાવનકૃપા મળે જીવના દેહને,જે હિંદુધર્મની પવિત્રરાહે ભક્તિ કરાવી જાય.
મળેલ માનવદેહને સમયની સાથે ચાલતા,જીવનમાં કર્મનો સંગાથપણ મળતો જાય
પવિત્રરાહે જીવન જીવતા પરિવારની પરિક્ષાથાય,જે પત્નિ વિરબાઈથી મદદકરાય
જલારામને ભગવાને સમયે માગણી કરી,જે પત્નિ વિરબાઇથી ભોજનને માગીજાય
સમયે વિરબાઈમાતા આવેલસંતને ભોજનલઈ,આપતા સમયેસંત અદ્ર્શ્ય થઈ જાય
...કુદરતની પાવનકૃપા મળે જીવના દેહને,જે હિંદુધર્મની પવિત્રરાહે ભક્તિ કરાવી જાય.
#####################################################################
No comments yet.