January 7th 2023

લીલા કળીયુગની

 તત્વ
.             લીલા કળીયુગની

તાઃ૭/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ       
    
અવનીપર જીવને દેહ મળે સમયે,પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળી જાય
જીવને મળે માનવદેહ જે સમય સાથે લઈ જાય,જે ગતજન્મના કર્મથીજ મેળવાય 
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,ના આજકાલને પરખાય એકળીયુગનીલીલા કહેવાય
મળેલદેહને કર્મનો સંગાથ મળે જીવનમાં,જે માનવદેહને ઉંમરની સાથેજ લઈ જાય
કળીયુગના આસમયથી નાકોઇથી દુર રહેવાય નાકોઇને આશા અપેક્ષા અડી જાય
પવિત્ર પ્રેરણા મળે ભગવાનની માનવદેહને,જે સમયે ઘરમાં પ્રભુની પુંજા કરી જાય
ભગવાનનો પ્રવિત્ર પ્રેરણાજ મળે જીવનમાં,નાકોઇ અપેક્ષાજ જીવનમાં સ્પર્શી જાય  
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,ના આજકાલને પરખાય એકળીયુગનીલીલા કહેવાય
કળીયુગની અદભુતલીલાનો અનુભવ થાય,જે નિખાલસદેહને અનેકતકલીફ આપીજાય
અદભુત વાતાવરણ મળે માનવદેહને,જે દેહને અનેકરાહે પ્રેરણાએ જીવનજીવાડીજાય
પરમાત્માની પાવનકૃપામળે જીવને,એ જીવનાદેહને હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળીજાય
જગતમાં કળીયુગની સાંકળ જીવનાદેહને સ્પર્શે,જે જીવનમાં અનેકતકલીફ આપીજાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,ના આજકાલને પરખાય એકળીયુગનીલીલા કહેવાય
*************************************************************************