January 22nd 2023
. પવિત્ર માતાની ક્ર્પા
તાઃ૨૨/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને પ્રભાતે માતાને વંદન કરતા,પવિત્ર માતાની કૃપા મળે જીવનમાં
જીવના મળેલમાનવદેહને સમયની પાવનરાહમળે,જે જીવનમાં સુખઆપીજાય
....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને શ્રધ્ધાથી વંદનકરતા,મળેલ જીવના દેહને મુક્તિ આપી જાય.
પવિત્રપરમકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતદ,જેદુનીયામાં પવિત્રદેશ કહેવાય
શ્રધ્ધાથી માતાના પવિત્રદેહની પુંજા કરતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
અનેકપવિત્ર માતાનાદેહથી ભારતદેશમાં જન્મીજાય,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને શ્રધ્ધાથી વંદનકરતા,મળેલ જીવના દેહને મુક્તિ આપી જાય.
સમયે દુર્ગામાતાની પુંજા કરતા જીવનમાં,માતાને જય દુર્ગામાતાથી વંદનકરાય
માતાને શ્રધ્ધાથી પ્રાર્થના કરતા,ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી મંત્રને જપાય
પવિત્રકૃપાળુ શક્તિશાળી દુર્ગામાતા હિંદુધર્મમાં,જે શ્ર્ધ્ધાળુ ભક્તપર કૃપા થાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથી મળતો જાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને શ્રધ્ધાથી વંદનકરતા,મળેલ જીવના દેહને મુક્તિ આપી જાય.
**********************************************************************