February 27th 2023

કૃપા ભારતદેશપર

 ***જય શિવ પાર્વતી • ShareChat Photos and Videos***
.             કૃપા ભારતદેશપર

તાઃ૨૭/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
એ પવિત્રકૃપા ભારતદેશપર જ્યાં અનેક પવિત્રદેહથી,હિંદુધર્મમાં જન્મલઈ આવી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે ભારતદેશથી મળે,એ માનવદેહને ભક્તિરાહે જીવાડી જાય.
શ્રી શંકરભગવાન જે પવિત્રગંગાનદીને જટાથી વહાવીજાય,જેમને ૐનમઃશિવાયથીપુંજાય
શિવલીંગપર દુધ અર્ચના કરી ૐ નમઃશિવાયથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
હિંદુધર્મમાં સોમવારે ભોલેનાથને પુંજાય,તેમના પવિત્ર સંતાન શ્રીગણેશને મંગળવારેપુંજાય
શ્રીગણેશને ૐગંગણપતયે નમો નમઃથી પુંજાય,પત્નિ રીધ્ધી અને સિધ્ધીનેય વંદન કરાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે ભારતદેશથી મળે,એ માનવદેહને ભક્તિરાહે જીવાડી જાય.
હિંદુધર્મમાં પરમાત્માની કૃપાએ અઠવાડિયાના સાત દીવસે,પવિત્રદેવની ઘરમાંપુંજા કરાય
જીવને પરમાત્માની કૃપાએ જન્મથી માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
અવનીપર જીવને જન્મથીદેહ મળે ભગવાનનીકૃપા મળે,જે જન્મમરણથી મુક્તિઆપીજાય
ભગવાને લીધેલાદેહની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,આરતી કરી પ્રભુને વંદન કરાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે ભારતદેશથી મળે,એ માનવદેહને ભક્તિરાહે જીવાડી જાય.
##########################################################################