March 14th 2023
. પવિત્રપુત્ર શ્રી ગણેશ
તાઃ ૧૪/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી હિંદુધર્મથી જીવન જીવાય
નાકોઇ આશા અપેક્ષા અડે માનવદેહને જીવનમા,એ પરમાત્માની પાવનકૃપાકહેવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પુત્ર શ્રીગણેશ છે,જે વિઘ્નહર્તા સંગે ભાગ્ય વિધાતાથી પુંજાય.
માતા પાર્વતીના એપવિત્રસંતાન છે,અને પિતા શંકરભગવાનના લાડલા દીકરાકહેવાય
શંકરભગવાનને જીવનમાં ૐ નમઃ શિવાયથી પુંજાય,સંગે શિવલીંગપર દુધઅર્ચનાકરાય
માતા પાર્વતીની કૃપા મળે જ્યાં આરતી ઉતારાય,સંગે ૐ શ્રી ગણેશાયનમઃથી પુંજાય
પપ્પામમ્મીની પવિત્રકૃપાથી હિંદુધર્મમાં શ્રીગણેશને,માનવદહના ભાગ્યવિધાતાયકહેવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પુત્ર શ્રીગણેશ છે,જે વિઘ્નહર્તા સંગે ભાગ્ય વિધાતાથી પુંજાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય જે ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
શંકરભગવાન પવિત્રદેવછૅ જે શ્રધ્ધાળુભક્તને,પવિત્ર ભક્તિથી જીવનમાં સુખ આપીજાય
ગૌરીનંદન ગજાનંદને જીવનમાં રિધ્ધીઅનેસિધ્ધી પત્નિ થાય,સંગે શુભઅનેલાભપુત્ર થાય
માબાપના પવિત્ર આશિર્વાદ અને કૃપા મળી,જે ગણપતિની પવિત્રપ્રસંગે પુંજાય કરાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ પુત્ર શ્રીગણેશ છે,જે વિઘ્નહર્તા સંગે ભાગ્ય વિધાતાથી પુંજાય.
#######################################################################