June 7th 2012

મળી જાય

.                  .મળી જાય

તાઃ૭/૬/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગળ પાછળ અંધકાર દીસે,જ્યાં સર્જનહારને વિસરાય
ઉજ્વળકેડી મળીજાયજીવે,જ્યાં જલાસાંઈની ભક્તિથાય.
.               ………………..આગળ પાછળ અંધકાર દીસે.
અંતરયામી છે અવિનાશી,જીવના ખોલે છે એ મુક્તિદ્વાર
આવીઆંગણે  પ્રેમ વરસાવે,જ્યાં ભક્તિથીપ્રેમ મેળવાય
દાનપેટીમાં દાન મુકતાં  કળીયુગે,અપેક્ષા અનેક રખાય
આજે મળશે કાલે મળશે રાહ જોતાં,જીવન પુરૂ થઈ જાય
.               …………………આગળ પાછળ અંધકાર દીસે.
સમજણ સાચી મળે દેહને,જ્યાં દેહે વડીલને વંદન થાય
મળેપ્રેમ અલભ્ય દેહને જીવનમાં,જેને લાયકાત કહેવાય
આશીર્વાદની સાચી રાહથી,જીવનો જન્મ સફળ પણથાય
આજકાલની નારાહ જોતાં જીવને,સ્વર્ગીય સુખ મળીજાય
.                …………………આગળ પાછળ અંધકાર દીસે.

++++++++++++++++++++++++++++++++++++

June 7th 2012

અંધારી રાત

.                   .અંધારી રાત

તાઃ૭/૬/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંધકારમાં જ્યાં નૈયા ચાલે,ના રાહ સાચી મેળવાય
અહીંતહીં ભટકી ચાલતાદેહે,આ જીંદગી વેડફાઇજાય
.                    ………………અંધકારમાં જ્યાં નૈયા ચાલે.
શાંન્તિશોધવા જ્યાંદીવો લીધો,ત્યાં અગ્નિ ભડકી જાય
નાઆવી આરાધના કરેલી,જ્યાં દેખાવની ભક્તિ થાય
લાગણી મોહને માયા વળગી,જીવની રાહ ખોવાઇ ગઈ
નિર્મળતાનો સાગર છુટતાં,જીવનેઅંધારીરાત મળીગઈ
.                   ………………..અંધકારમાં જ્યાં નૈયા ચાલે.
માનવી મનને નિર્મળ શાંન્તિ,સાચી ભક્તિએ મળી જાય
શીતળતાનો સહવાસમળે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
આવે ઉજાસ જીવનમાંસાચો,જીવને મુક્તિમાર્ગ મળીજાય
પરમાત્માની અસીમ કૃપાએ જ,અંધારી રાત ઉજળી થાય
.                    …………………અંધકારમાં જ્યાં નૈયા ચાલે.

======================================

June 6th 2012

૬+૬=૧૨

                          ૬+૬=૧૨

તાઃ૬/૬/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક અંકમાં એજ અંક ઉમેરો,તો બમણુ તે થઇ જાય
માનવતામાં માનવતાં ઉમેરતાં,સાચો પ્રેમ મળી જાય
.             …………………એક અંકમાં એજ અંક ઉમેરો.
કલમની કેડી પકડી ચાલતાં,કલમધારી જ મળી જાય
એક કલમને બીજી મળતાં,માતાસરસ્વતી રાજી થાય
શબ્દ સ્પર્શે દેહને જીવનમાં,ત્યાં ઉમંગો ઉભરાઇ જાય
માનવીની આમહેંકજગે,દીવસવાર મહીનાથી દેખાય
.                ……………….એક અંકમાં એજ અંક ઉમેરો.
મળ્યો જન્મ અવનીએ,ના સાતવારથી બહાર જવાય
મહીનાની પણ એજ રીત,એજ જગતમાં પ્રભુનો ખેલ
અવનીપર જે આવ્યો જીવ,મૃત્યુ તેની સાથેજ છે છેક
કુદરતની આ અજબ લીલાથી,નાછટકી શકે કોઇ એક
.                  ……………….એક અંકમાં એજ અંક ઉમેરો.

++++++++++++++++++++++++++++++++++++++=

June 6th 2012

આવકાર

.                   આવકાર

તાઃ૬/૬/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે આવકાર દેહને જગતમાં,જ્યાં સાર્થક જીવન હોય
વર્તનનો સંગાથ દેહે અવનીએ,સાચી રાહ આપી જાય
.                ………………..મળે આવકાર દેહને જગતમાં.
આંગણે આવેલાને આવકારતાં,આવેલ જીવ હરખાય
પ્રેમની વર્ષા વાણીથી ત્યાં પડે,ને અખંડ આનંદ થાય
ના હકની કોઇ વ્યાધી મળે,એતો દુર જ ભાગી જાય
પ્રભુકૃપાનીરીત અનોખી,જે સાચી માનવતા દઈ જાય
.               …………………મળે આવકાર દેહને જગતમાં.
સત્કર્મોના સહવાસે જીવનમાં,નિર્મળતાય મળી જાય
ઉભરોપ્રેમનો કદીનાઉભરે,જે ના કોઇવ્યાધી દઈજાય
સહવાસ સંતજલાસાંઇનો રાખતાં,પ્રેમસાચો મેળવાય
જન્મસફળની રાહમળે જ્યાં,ત્યાં સૌને આવકારદેવાય
.              ………………….મળે આવકાર દેહને જગતમાં.

=====================================

June 5th 2012

જન્મની તારીખ

.

.

.

.

.

.

.

 

 

.                        .જન્મની તારીખ

તાઃ૫/૬/૨૦૧૨    (૫/૬/૧૯૪૯)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળ્યો અવનીએ જીવને,એને જન્મ તારીખ કહેવાય
અવનીપર મળે દેહમાનવીનો,ત્યાં સગાસંબંધી મળીજાય
.                            ………………..જન્મ મળ્યો અવનીએ જીવને.
મળ્યો મને દેહ અવનીએ આજે,જ્યાં તારીખને સચવાય
બાળક હતો હું ત્યારે માબાપનો,જ્યાંઉંઆ ઉંઆ સંભળાય
આણંદ નામ હતુ એજ ગામનું,જ્યાં જીવને દેહ મળી જાય
માતાપિતાની લાગણી મેળવી,મળી રાહ ભક્તિની સંગાથ
.                              ………………જન્મ મળ્યો અવનીએ જીવને.
કેડી પકડી ભણતરની મનથી,ત્યાં રાહ જીવને મળી જાય
આજ કાલને ઉજ્વળ રાખવા,જલાસાંઇનો સંગ થઈ જાય
વિદેશની ધરતી પર આવી,મહેનતનો સંગ દેહથી બંધાય
સંતાનોને સાચી રાહમળી,પરમાત્માની અઢળક કૃપા થાય
.                            ………………..જન્મ મળ્યો અવનીએ જીવને.
મળ્યો સંગ રમાનો મને જીવનમાં,ઉજ્વળ રાહ મળતી જાય
દીપલ રવિને સંસ્કાર દીધા રમાએ,સુખ શાંન્તિનીવર્ષા થાય
મહેનતનો સંગ રાખી જીવનમાં,ભક્તિનો લીધો નિર્મળ સંગ
મુક્તિનીકૃપા માગી શ્રીજલાસાંઇથી,ના લાગે બીજો કોઇ રંગ
.                           ………………… જન્મ મળ્યો અવનીએ જીવને.

*****************************************************
.             .મારા જન્મ દીવસે પુજ્ય જલારામ બાપા અને પુજ્ય વ્હાલા સાંઇબાબાને
પ્રભાતે દીવો આરતી અને વંદન કરીને પ્રાર્થના કરુ છું કે મારા જીવને દેહ આપનાર
મારા માતાપિતા તથા મારી પત્ની રમા,મારા સંતાન દીપલ,રવિ સાથે નિશીતકુમાર
અને અ.સૌ.હિમાના જીવને દેહ મુકે ત્યારે જીવને મુક્તિ આપી તમારા ચરણની સેવામાં
સ્થાન આપશોજી.

લી.આપના સંતાન પ્રદીપની જન્મદીને પ્રાર્થના.

 

 

June 4th 2012

ભાગ માનવી

.                  .ભાગ માનવી

તાઃ૪/૬/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સત્કર્મોની કેડી લઈને,જીવનમાં ઉજ્વળતા મેળવાય
દુશ્કર્મોની નાની એક કેડી,દેહને જ્યાંત્યાં ભગાડીજાય
.                             ………………..સત્કર્મોની કેડી લઈને.
લાગણી પ્રેમને દ્રષ્ટિમાં રાખી,માનવ જીવન જીવીજાય
ના આવે વ્યાધી જીવનમાં,મળેલ જન્મ સફળ થઈજાય
સરળતાની કેડી મળે દેહને, ના માગણીઓ કોઇ રખાય
આજકાલને ઉજ્વળ કરવા,પ્રભુ ભક્તિનો સંગ સહેવાય
.                             ………………..સત્કર્મોની કેડી લઈને.
કળીયુગી કટારી જોતાં,માનવી અહીં તહીં છટકી જાય
ના સાથ કે સહેવાસ કોઇનો,એજ તેની અસર કહેવાય
તકલીફની એક જ થાપટ,જીવનને નર્ક બનાવી જાય
સમજ ના પડૅ જીવને જ્યારે,ત્યાં ભાગંભાગ મેળવાય
.                            …………………સત્કર્મોની કેડી લઈને.

====================================

June 3rd 2012

અગમ નિગમ

.                     .અગમ નિગમ

તાઃ૩/૬/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અગમ નિગમના ભેદ અનોખા,ના જાણી શકે જગમાં કોઇ છેક
ભક્તિની શક્તિની છે એ ભેંટ,ના સમજાવી શકે જીવનમાં એક
.                       ………………..અગમ નિગમના ભેદ અનોખા.
સરળ જીવનની શીતળ કેડી,જ્યાં જીવને મળે પ્રેમની જ્યોત
સાચી સેવા જલાસાંઇની  કરતાં,ઉગારે જીવને જન્મોથી છેક
મળતી માયા ભાગે છે દુર,એજ જગે છે અગમ નિગમના ભેદ
મનથીજ કરેલ ભક્તિ જીવનમાં,ના અટકે જીવ જગતમાં નેક
.                      …………………અગમ નિગમના ભેદ અનોખા.
આંગળી ચિંધી અણસાર દઇ દે,જે ભક્તિની સમજે  સમજાય
નિર્મળ ભાવના ને નિખાલસ પ્રેમ,એજ પરમાત્માની છે દેણ
મળશે માયા વણ માગી જગે,જે કળીયુગી કથા જ  સમજાય
જ્યાં સુધી એ સંભળાશે કાને,ના મળશે દેહને કોઇ સાચો સ્નેહ
.                       ………………..અગમ નિગમના ભેદ અનોખા.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

June 3rd 2012

રાવણયાત્રા

.                  .રાવણયાત્રા

તાઃ૩/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

લંકેશ્વરની અજબ ભક્તિએ,ભોલેનાથની અખંડ કૃપા થાય
સતયુગની એક અજબકેડીએ,નાકોઇ માનવીથી પહોંચાય
.                         ………………લંકેશ્વરની અજબ ભક્તિએ.
સાચી ભક્તિ મનથી કરતાં,શીવજીની દયા દ્રષ્ટિ થઈ જાય
ભોલેનાથના આશિર્વાદ મળતાં,ના કોઇથીય  તેને અંબાય
માગી લીધી અજબશક્તિ પ્રભુથી,જેને ના કોઇથી પહોંચાય
એવા લંકેશ્વરનોડંકો ભક્તિનો,આખીદુનીયામાં વાગતોજાય
.                         ……………….લંકેશ્વરની અજબ ભક્તિએ.
અહંકારને નાઆંબી શકેકોઇ,એ જીવની જીંદગી બગાડીજાય
સમયની કેડી સંકેલાતા,રાજા રાવણની મતિ ભ્રષ્ટ થઈ જાય
સીતાજીનાઅપહરણની કેડીને લેતાં,પ્રભુરામને મળ્યોપડકાર
પરમાત્માના એસ્વરૂપે,રાવણની જીવનયાત્રા પુરી થઈ જાય
.                         ………………..લંકેશ્વરની અજબ ભક્તિએ.

**********************************************************

 

June 2nd 2012

મુક્તિ

.                       .મુક્તિ

તાઃ૨/૬/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંત દેહનો આવે ત્યારે,સંત જલાસાંઇના દર્શન થાય
મુક્તિ આવી મળે જીવને,મળેલ જન્મસફળ થઈજાય
.                           …………….અંત દેહનો આવે ત્યારે.
કર્મની કેડી પકડી ચાલે,એને જીવના બંધન કહેવાય
સમયનેસમજી જીવનજીવે,જ્યાં જીવભક્તિએ સંધાય
માયામોહને પડે લાકડી,જ્યાંસાચી પ્રભુકૃપા થઈજાય
આવી મળે સન્માન દેહને,એથી જન્મ સફળથઈ જાય
.                        ……………….અંત દેહનો આવે ત્યારે.
આજકાલની ના રામાયણ,જ્યાં સાચી શ્રધ્ધા મળી જાય
પળપળને પારખીલેતાં જીવને,ના આધીવ્યાધી લેવાય
આવી આંગણે સસ્કા મળે,ને દેહના વર્તનથી સુખ થાય
જલાસાંઇની ભક્તિકરતાં,અવનીએ જીવને આનંદથાય
.                        …………………અંત દેહનો આવે ત્યારે.

+++++++++++++++++++++++++++++++++++++

June 2nd 2012

લાયકાત મળે

.                  .લાયકાત મળે

તાઃ૨/૬/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગીમાં મળતી ઝાકળ,માનવીને ક્યાંથી ક્યાં લઈ જાય
સમજવાની સરળતા જોતાં,ના મળતી આફતોથી છટકાય
.                          ……………….જીંદગીમાં મળતી ઝાકળ.
માનવમનની એક છે કેડી એવી,ના સરળતાથી સમજાય
એક બીંદુ ઝાકળનું જગતમાં,જેને સ્પર્શતા જ એ ફુટીજાય
ના અણસાર કોઇ મળે માનવીને,એ ક્યાંથી ક્યાં એ જાય
સમજી વિચારી પગલુ ભરતાં,ના આધી વ્યાધી મેળવાય
.                          ……………….જીંદગીમાં મળતી ઝાકળ.
મળે રાહ ભક્તિની સાચી,ના દેખાવની કોઇજ પીડા થાય
નામાયા નામમતા કે મોહ મળે,જ્યાં સાચા સંતને ભજાય
મનથી કરતાં મહેનત જીવનમાં,કુદરતનીકૃપા થઈ જાય
લાયકાત આવી મળે જીવનમાં,જે અખુટ ભંડાર કહેવાય
.                         ………………..જીંદગીમાં મળતી ઝાકળ.

=====================================

« Previous PageNext Page »