જન્મ બંધન
. જન્મ બંધન
તાઃ૨૮/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંધી આવે ને વ્યાધી આવે,દેહને જગતમાં જકડી રાખે
મળે માયા કાયાને જગમાં,ઉજ્વળ જીવનને વેડફી નાખે
. …………………..આંધી આવે વ્યાધી આવે.
લીધી લાકડી જગતપિતાએ,જ્યાં મતી જીવની બદલાય
મનમાં રાખી મક્કમ માયા,જ્યાં જગતમાં જીવે ભટકાય
પડે લાકડી પરમાત્માની,ના કોઇ જીવથી જગે છટકાય
કળીયુગની કાતરને લેતાં,માનવ જીવન આખુ વેડફાય
. ………………….આંધી આવે વ્યાધી આવે.
સુંદરતાનોસાથ મળેજીવનમાં,જ્યાં ભક્તિ માર્ગ પકડાય
સુખ શાંન્તિના વાદળ વરસતાં, મોહ માયાજ ભાગી જાય
લાગણીપ્રેમને સિમીતરાખતાં,જીવપર પ્રભુકૃપાથઈજાય
ઉજ્વળ જીવનની કેડી મળતાં,જીવને જન્મ સફળ દેખાય
. ………………….આંધી આવે વ્યાધી આવે.
##################################