શીતળ સાથ
. શીતળ સાથ
તાઃ૩૧/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખ દુઃખ એતો સંસારની કેડી,માનવ જન્મે મળી જાય છે આજ
ભક્તિ પ્રેમની નિર્મળ જ્યોતે,આવી મળે જીવનમાં શીતળ સાથ
. ………………… સુખ દુઃખ એતો સંસારની કેડી.
દેહ એજ સાંકળ છે જીવની,જીવને જન્મો જન્મ એ જકડી જાય
પશુ પક્ષી પ્રાણી ને માનવદેહ મળે છે,જે કર્મબંધનથી જકડાય
કરુણા સાગરની એક પવિત્ર કેડી,જે જીવને શ્રધ્ધાએ સમજાય
મળે જીવને પ્રેમ જલાસાંઇનો,એ જીવને મુક્તિ માર્ગ દઈ જાય
. …………………..સુખ દુઃખ એતો સંસારની કેડી.
લાગણી પ્રેમ હૈયામાં ઉભરે,જેને અંતરનો સાચો પ્રેમ કહેવાય
પરમાત્માની પરમકૃપાએ,જીવનમાં એનો સહવાસ છે મેળવાય
શીતળતાનો સંગાથ મળતાં જીવનમાં,સુખની વર્ષા પણ થાય
લેખ લખેલ જીવનાઅવનીએ,સાચી શ્રધ્ધા ભક્તિએ છુટી જાય
. ……………………..સુખ દુઃખ એતો સંસારની કેડી.
++++++++++++++++++++++++++++++++++++++