December 23rd 2012

ભવિષ્ય

.                        .ભવિષ્ય

તાઃ૨૩/૧૨/૨૦૧૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભવિષ્ય ભાખી જીવનમાં,ના કદી ઉજ્વળતા મેળવાય
પ્રેમભાવથી ભક્તિકરતાં,જીવનમાં સફળતા મળીજાય
.                    ………………..ભવિષ્ય  ભાખી જીવનમાં.
માનવજીવન છે મર્યાદીત,ના કોઇથી જગતમાં અંબાય
ટકોર એકજ મળતાંજીવને,સમજણનો સંગાથમળીજાય
ભવિષ્યની ના આફત તેને,જ્યાં જલાસાંઇની દ્રષ્ટિ થાય
ઉજ્વળ જીવન મહેંકે જગતમાં,એજ કૃપા મળી કહેવાય
.                   …………………ભવિષ્ય  ભાખી જીવનમાં.
કલમ પકડી લેખ લખી જીવના,લાયકાત બતાવી જાય
કુદરતની જ્યાં કૃપામળે જીવને,નાકોઇથી આડુ અવાય
શાંન્તિનો સંગાથ મળતાં જીવનમાં,ના વ્યાધી અથડાય
આવતીકાલ ઉજળી જ છે,જ્યાં માયા મોહને તરછોડાય
.                   …………………ભવિષ્ય  ભાખી જીવનમાં.

====================================

December 22nd 2012

ભક્તિમાર્ગ

.                     ભક્તિમાર્ગ

તાઃ૨૨/૧૨/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચી ભક્તિ પ્રેમથી કરતાં,જીવનમાં શાંન્તિ થાય
મોહમાયાનો ત્યાગ કરતાં,ભક્તિ માર્ગ મળી જાય
.               …………………સાચી ભક્તિ પ્રેમથી કરતાં.
મંત્ર તંત્રનો ભેદ સમજી,સાચી ભક્તિ મનથી થાય
મનથી કરેલ માળા જીવે,સ્વર્ગીય શાંન્તિ સહેવાય
પ્રેમની સાચી રાહ મળતાં,સંત જલાસાંઇ હરખાય
મનને મળે શાંન્તિસાચી,એજ ભક્તિપ્રીત કહેવાય
.              ………………….સાચી ભક્તિ પ્રેમથી કરતાં.
પ્રભાત સંધ્યાને પારખી લેતાં,સમય સમજાઇ જાય
કરતાંપ્રેમે સ્મરણ જલાસાંઇનું,મન પાવનથઈ જાય
કળીયુગની કેડી છુટતાં,મળેલ જન્મ સફળ થઇ જાય
મુક્તિમાર્ગ મળતાં જીવને,જગે કર્મ બંધન છુટી જાય
.                …………………..સાચી ભક્તિ પ્રેમથી કરતાં.

*******************************************

December 21st 2012

ગુજરાતી છે ગૌરવ

.

 

 

.

.

.

.

 

.

.

.                       . ગુજરાતી છે ગૌરવ

તાઃ૨૧/૧૨/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરવી છે ગુજરાતની ગાથા,જ્યાં મળી ગયા છે વીર
સફળતાની શીતળ કેડી લઈ,એ બની ગયા શુરવીર
.                  …………………ગરવી છે ગુજરાતની ગાથા.
ભારતની આઝાદીનો રંગ,લાવ્યા ગાંધી મેળવી સંગ
અજબકેડી લીધી અહિંસાની,ત્યાં માનવતા જીતીજંગ
મળ્યો સાથ વલ્લભભાઇનો,ઉજ્વળ મળી જગે પ્રીત
એવી અદભુત ગાથા લઈ,થઈ ગુજરાતીઓની જીત
.                  ………………….ગરવી છે ગુજરાતની ગાથા.
નરેન્દ્રભાઇનો નિર્મળ સ્નેહ,પામી લીધો વર્તનથી છેક
જીત જીતના વાદળ મેળવી,ઉજ્વળ જીવને લીધી ટેક
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં સૌનીપકડે આંગળી એક
મળે માતાના આશિર્વાદ દેહે,ત્યાં સફળતા મળે છે નેક
.                …………………..ગરવી છે ગુજરાતની ગાથા.

====================================

December 20th 2012

સાચી જીત

.

.

.

 

 

.

 

 

.

 

.

.

.                        . સાચી જીત

તાઃ૨૦/૧૨/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મર્દની મુંછ કદીના નીચી,લાયકાતે એ ઉંચી રહી જાય
નરેન્દ્રભાઇની લાયકાત એવી,પ્રજાનો સાથ મળીજાય
.                     …………………મર્દની મુંછ કદીના નીચી.
ગરવુ એવું આ ગુજરાત છે,જેનુ જગતમાં ઉંચુ છે નામ
દુનીયાભરમાં ફરે છે ગુજરાતી,તોય ભુમીને વંદી જાય
ભારતની સિધ્ધિના  સોપાન,ગુજરાતીઓથી મેળવાય
નિર્મળપ્રેમનો સંગ રાખતાં,સૌનો સાચોપ્રેમ મળીજાય
.                     …………………મર્દની મુંછ કદીના નીચી.
સિધ્ધિના સોપાન સરળ બને,જે સાચી જીત છે કહેવાય
આવી આંગણે સફળતા મળે,ત્યાં ઢોલીઓ ભાગી જાય
મળે માનવીની માનવતાજેને,નાતેને કોઇથીહરાવાય
ઉજ્વળરાહ બને જીવનની,ત્યાં સાચીસફળતાસહેવાય
.                 …………………….મર્દની મુંછ કદીના નીચી.

============================================
.         .ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીનો વિજય થયો તે ગુજરાતીઓ માટે
ગૌરવ છે,અભિમાન છે.અને તેની યાદ રૂપે આ કાવ્ય તેઓ શ્રીને ભારત  બહાર
રહેતા ગુજરાતીઓ તરફથી અભિનંદન અને સપ્રેમ જય જલારામ સહિત અર્પણ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.હ્યુસ્ટન.ટેક્ષાસ.

December 19th 2012

કુદરતની કેડી

.                      .કુદરતની કેડી

તાઃ૧૯/૧૨/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયે શીતળતા મળે જીવનમાં,ને ભક્તિ માર્ગે સુખધામ
કુદરતની આ અજબકેડી,જે જીવને દેહે દઈ જાય છે કામ
.                 ………………….સમયે શીતળતા મળે જીવનમાં.
ઉજ્વળતાના વાદળની લહેરે,મોહમાયા દુર ભાગી જાય
શાંન્તિનો સહવાસરહેતા જીવનમાં,પાવનકર્મ થતા જાય
મળેઅણસાર ભક્તિનો જીવે,જ્યાં જલાસાંઇનીદ્રષ્ટિ થાય
નિર્મળતાનો સંગ મળતાં જગે,કુદરતની કેડી મળી જાય
.                …………………..સમયે શીતળતા મળે જીવનમાં.
આધી વ્યાધીને આંબી લેતાં,જીવને સદમાર્ગ મળી જાય
મુંઝવણ કદી નાઆવે બારણે,એ કુદરતની કૃપાકહેવાય
સુખશાંન્તિના વાદળ ઘેરાતા,જીવને અનંત શાંન્તિ થાય
સાચી ભક્તિનો સંગ મળતાં,દેહે પાવન કર્મે જીવ દોરાય
.                 …………………..સમયે શીતળતા મળે જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++

December 18th 2012

નિર્મળતાનો સંગ

.                      .નિર્મળતાનોસંગ

તાઃ૧૮/૧૨/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળતાનો સંગ મળતા જીવન,કર્મે પાવન થાય
શાંન્તિનો સહવાસ મળે ત્યાં,જન્મ સફળ થઈ જાય
.            ………………નિર્મળતાનો સંગ મળતા જીવન.
દેહના સંબંધ સાથે જ ચાલે,ના કોઇનાથી છટકાય
અવનીપરના આગમન સંગે,સાથે કર્મબંધન હોય
લાગણી મોહ કે માયામળે,જ્યાં કળીયુગ સંગે હોય
સમજણનોસંગ રહે જીવનમાં,ત્યાંજ માનવતાહોય
.           ……………….નિર્મળતાનો સંગ મળતા જીવન.
મન વિચારને વાણી સાચવતાં,પ્રભુ પ્રેમનીવર્ષા થાય
આવી મળે  નિર્મળતા જીવને,ત્યાં ભેદભાવ ના હોય
સંગ મળે  નિશ્વાર્થ ભાવનાએ,ત્યાં જ ઉજ્વળતા હોય
જલાસાંઇની કેડી પકડતા,જીવને મુક્તિમાર્ગ દેખાય
.           ……………….નિર્મળતાનો સંગ મળતા જીવન.

=============================

December 17th 2012

સાગર જેવુ દીલ

.                    સાગર જેવુ દીલ

તાઃ૧૭/૧૨/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ સાથ જીવનમાં મળતાં,આ જીવન મહેંકી જાય
સાચા પ્રેમનો સાથ રહેતાં,આ દીલ સાગર થઈ જાય
.                 ………………….સરળ સાથ જીવનમાં મળતાં.
જન્મ મળતાં મળેકેડી જીવને,અવનીએ બંધન કહેવાય
જીવના બંધન કર્મસંગે,જે જીવને અવનીએ લાવી જાય
ભક્તિકેરા સંગાથે જીવનમાં,સંબંધનો સ્પર્શ છુટતો જાય
જલાસાંઇની જ્યોત પ્રગટતાં,પ્રેમનો સાગર મળી જાય
.                  ………………….સરળ સાથ જીવનમાં મળતાં.
નિર્મળતાના વાદળ મળતા,જીવનો જન્મ પાવન થાય
અંતરને મળતો પ્રેમ સાચો,મળેલ જન્મસફળ કરી જાય
પવિત્ર થતાં કર્મથી જીવનમાં,દીલને શાંન્તિ મળી જાય
સાગર જેવુ દીલ રાખતાં,જગતમાં સૌનો પ્રેમ મળી જાય
.              ……………………  સરળ સાથ જીવનમાં મળતાં.

================================

December 15th 2012

શીતળ જીવન

.                       . શીતળ જીવન

તાઃ૧૫/૧૨/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ પવનની લહેરમળી,જ્યાં બારી ખોલી ભઇ
ઉજ્વળતાની  કેડી મળી,ત્યાં જીંદગી ઉજ્વળ થઇ
.             ………………..શીતળ પવનની લહેર મળી.
કીર્તી કેરા વાદળઘુમતાં,હાથમાં કલમ પકડાઇ ગઈ
શાંન્તિના સહવાસે જીવનમાં,નિર્મળતા  આવી ગઈ
સરળ પ્રેમનો સંગે જીવનમાં, સફળતા મળતી ગઈ
મળતા માનીકૃપા જીવને,કલમની કેડી પાવન થઈ
.            …………………શીતળ પવનની લહેર મળી.
મનથીથયેલ માયા કલમથી,હાથમાં એ આવી ગઈ
પ્રેમભાવ ને શ્રધ્ધા રાખતાં જ,આંગળી ચાલતી થઈ
મળી ગયો જ્યાં સ્નેહ સંગીનો,ત્યાં પ્રેરણા થતી ગઈ
અદભુતકેડી મળી જીવને,પાવનપ્રેમને સાચવીગઈ
.           ………………….શીતળ પવનની લહેર મળી.

=============================

December 14th 2012

કાયાની માયા

.                         કાયાની માયા

તાઃ૧૪/૧૨/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જગતના બંધન વળગે,ના કોઇ તેનાથી અળગે
આવી અવનીએ દેહ મેળવતા,કર્મની કેડી એને અડતા
.               …………………જીવને જગતના બંધન વળગે.
કળીયુગની છે આ અજબકેડી,ના કોઇ જીવથી છટકાય
કર્મબંધન લાવે ખેંખી જીવને,જન્મ મરણથી એ બંધાય
માયામળતા જીવને અવનીએ,નાસમજણથી સમજાય
કાયાની માયા લાગતા જીવને,અવનીના બંધન થાય
.               …………………જીવને જગતના બંધન વળગે.
રાહ સાચી મળે જીવનમાં,જ્યાં ભક્તિની કેડીને પકડાય
મનવિચાર નેવાણીસુધરતાં,જીવનેમુક્તિમાર્ગ સમજાય
અનોખોપ્રેમ પ્રભુનોમળતાં,જગતમાં શાંન્તિ મળતીજાય
અંતે દેહથી વિદાય લેતા,જીવને સ્વર્ગીયરાહ મળી જાય
.                …………………જીવને જગતના બંધન વળગે.

+++++++++++++++++++++++++++++++++++++

 

December 13th 2012

કીર્તીના વાદળ

.                        કીર્તીના વાદળ

તાઃ૧૩/૧૨/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રાવણની ના રાહ જોતા,કે ના વરસાદના કાળા વાદળ
હૈયાની એ ઉર્મી છે,જે જીવને દઇ જાય કીર્તીના વાદળ
.                    ……………………શ્રાવણની ના રાહ જોતા.
નિર્મળતાનો સંગ જીવનમાં,આપી જાય છે જગમાં પ્રેમ
સદા શાંન્તિની શીતળતાએ,ભાગી જાય છેજીવના વ્હેમ
આવી આંગણે ટકોર દઇ દે,એજ જગતમાં કીર્તીની ટેવ
મળે ના માગે પ્રેમ જીવને,જગતમાં છે એજ સાચી પ્રીત
.                    …………………… શ્રાવણની ના રાહ જોતા.
મનથી કરેલ કર્મ જીવનમાં,સાચી સિધ્ધીને આપી જાય
સફળતાનો  સંગ મળતા જીવના,સર્વ કાર્ય સુધરી જાય
મોહમાયાનો ત્યાગ થતાજ,શાંન્તિનો સંગાથ મળી જાય
આંગણુ ખોલતાજ આનંદ મળે,જ્યાં કીર્તીની વર્ષા થાય
.                     ……………………શ્રાવણની ના રાહ જોતા.

===================================

« Previous PageNext Page »