December 11th 2012

વિદાયની કેડી

.                       વિદાયની કેડી

તાઃ૧૧/૧૨/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય ના પકડાયો શ્યામથી,કે ના મારા વ્હાલા રામથી
સીતાજીનુ હરણ થયુ વનમાંથી,એ જ લીલા કરતારની
.                      ………………….સમય ના પકડાયો શ્યામથી.
સમયનીકેડી છે સરળ જગતમાં,ના કોઇથીય જગે છટકાય
અવનીપરના આગમનથી જગતમાં,જીવને એ જકડી જાય
આડી અવળીય નદીના વહેંણે,પૃથ્વીએ પાણી પ્રસરી જાય
આવી રહેલ એંધાણ મળતાંય,ના કદી  વિદાયથી છટકાય
.                     …………………..સમય ના પકડાયો શ્યામથી.
અવનીપર આગમન થતાં જીવ,મૃત્યુથી વિદાય પામી જાય
આજનો દીવસ ગઈકાલ બને,ના કદી આવતીકાલ કહેવાય
તકલીફના વાદળમાં ઘેરાતો જીવ,વિદાયને જ પકડવા જાય
નાપકડાય એ પ્રદીપથી હ્યુસ્ટનમાં,કેના વડીલ દીપકભાઇથી
.                     …………………..સમય ના પકડાયો શ્યામથી.

********************************************

 

 

December 10th 2012

અણસાર પ્રેમનો

 

 

 

 

 

 

 

 

.

.

.

.

.

.                    .અણસાર પ્રેમનો

તાઃ૧૦/૧૨/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખો એ અણસાર દઇ દે,પણ મુખથી ના આનંદ ઢંકાય
વિજયભાઈ ના અંતરમાં ઉભરાતાં,મોંથી એ દેખાઇ જાય
.                      ……………………આંખો એ અણસાર દઇ દે.
પકડી આંગળી કલમની,ત્યાં મા સરસ્વતીની કૃપા થાય
હ્યુસ્ટન આવી પકડી રાખતાં,જીવને અનંત શાંન્તિ થાય
મળ્યોસંગ જ્યાં કલમધારીનો,ત્યાંસરીતાનુ સર્જન થાય
ચાહકોનો સાચો સંગ રહેતા તો,વર્ષે વર્ષ ઉમેરાતા  જાય
.                   …………………….. આંખો એ અણસાર દઇ દે.
ઉજ્વળ કેડીનો સંગ રાખતાં,સૌનો એ પ્રેમ પામી જાય
આવી આંગણે કૃપામળે માની,એ જ લાયકાત કહેવાય
પ્રેમ નિખાલસ સ્નેહનીસંગે,ત્યાં જીવન નિખાલસ થાય
મળે સંગ વિજયભાઇનો.ત્યાં કલમનીકેડી પકડાઇ જાય
.                      …………………. આંખો એ અણસાર દઇ દે.

…………………………………………………………………………….

December 9th 2012

રામનામ

.                  .રામનામ

તાઃ૯/૧૨/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

રામનામની માળા જપતાં,આ જીવન ઉજ્વળ થાય
શ્રધ્ધા ને વિશ્વાસના સંગે,પાવનકર્મ જીવનમાં થાય
.                    ………………..રામનામની માળા જપતાં.
નિર્મળ ભાવના સંગે રહેતાં,ના અભિમાન અથડાય
સ્નેહ મળે જ્યાં સંગીનો,ત્યાં સરળ જીવનથઈ જાય
જલાસાંઇની એક જ દ્રષ્ટિએ,ભક્તિ પ્રેમ મળી જાય
મળેલ જીવન સાર્થક થતાં,આ જન્મસફળ પણ થાય
.                       ………………..રામનામની માળા જપતાં

પ્રભુ રામની જ્યોત પ્રગટતા,પાવન રાહ મળી જાય
કર્મની કેડી દેહની સંગે,જીવને જન્મમરણ દઈ જાય
સંસ્કાર સાચવી જીવન જીવતાં,ભક્તિ ભાવ મેળવાય
મનથી કરેલ માળા રામની,સાચી શીતળતા દઈજાય
.                   ………………..રામનામની માળા જપતાં.

======================================

December 9th 2012

પ્રીતની રીત

.                     .પ્રીતની રીત

તાઃ૮/૧૨/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ જીવનમાં પામી લેતા,જીવનેસુખ શાંન્તિ મળી જાય
આશીર્વાદની એક જ કેડીલેતાં,આ  જન્મસફળ થઈ જાય
.                           …………………પ્રેમ જીવનમાં પામી લેતા.
મળતા પ્રેમ માબાપનો,સંતાનને જીવન રાહ આપી જાય
જ્યોત પ્રેમની જીવને મળતાં,પાવન કર્મજીવનમાં થાય
ભણતરનો જ્યાં સંગ લીધો,જીવનમાં ઉજ્વળતા લેવાય
ના મોહ માયા કે અભિમાન અડકે,જીવન નિખાલસ થાય
.                          ………………….પ્રેમ જીવનમાં પામી લેતા.
સ્વાર્થની સાંકળ દુર રાખતાં,સૌનો સ્નેહ પ્રેમ મળી જાય
આફત નાઆવે જીવનમાં,જ્યાં જલાસાંઈની ભક્તિ થાય
પ્રીત સાચી પ્રભુથી કરતાં,જીવથી મુક્તિમાર્ગ મળી જાય
પ્રીતનીરીત અનોખીભક્તિની,જ્યાંથી સ્વાર્થ ભાગી જાય
.                         …………………..પ્રેમ જીવનમાં પામી લેતા.

++++++++++++++++++++++++++++++++++++++++

December 7th 2012

અણસાર મળે

.                .અણસાર મળે

તાઃ૭/૧૨/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

અદભુત છે અણસાર પ્રભુનો,સમજદારને સમજાય
મળી જાય જ્યોત જીવને,ત્યાં પાવનરાહ મેળવાય
.                  ………………અદભુત છે અણસાર પ્રભુનો.
લાગણી મોહની કાતર છે કાળી,જીવન વેડફી જાય
મનની માગણીઓ વધતી,ત્યાંએ કાતર ફરી જાય
સમજણ નો ના સહવાસ રહે,કેના સદમાર્ગ દેખાય
એકવ્યાધીથી પરાણે છુટતાં,બીજી ત્યાંઆવી જાય
.                    ……………….અદભુત છે અણસાર પ્રભુનો.
આવી મળે પ્રેમ અવનીએ,એજ અદભુત અણસાર
મનને શાંન્તિ સરળ મળે,જે પ્રભુકૃપાએજ મેળવાય
સાગર જેવા સ્નેહથી જગે,મન આકુળ વ્યાકુળ થાય
જલાસાંઈની એક જ કેડી,આ જન્મ સફળ કરી જાય
.                 …………………અદભુત છે અણસાર પ્રભુનો.

================================

December 5th 2012

સાચો સ્નેહ

.                       સાચો સ્નેહ

તાઃ૫/૧૨/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહ મારો ભઈ સાચો,જ્યાં નામ તમે મારૂ વાંચો
પ્રેમ અંતરથી હું આપું,ત્યાં જલાસાંઇનીકૃપાલેતો
.                  ………………………સ્નેહ મારો ભઈ સાચો.
નિર્મળતાનો સંગ સદા રાખું,ના મોહ માયા હુ આપુ
સરળજીવનમાં સૌને લઈ,પ્રેમનીજ્યોતને પ્રગટાવુ
મળે મને પ્રેમ અંતરથી,એજ ભક્તિની મળી છે કેડી
અભિમાનનાવાદળફેંકતા,સાચા સ્નેહની વર્ષા લેતી
.                    …………………….સ્નેહ મારો ભઈ સાચો.
નિર્મળ આંખે જ્યોતપ્રેમની,જળહળતીએસદા રહેતી
આશિર્વાદનો સંગરહેતો,જ્યાં વડીલની કૃપા મળતી
સંગાથીઓનો અનંત પ્રેમ,હ્યુસ્ટન લાવી આપી દીધો
કલમના પ્રેમનીવર્ષા મળતાં,સૌનો સાથ સાથે લીધો
.                       …………………..સ્નેહ મારો ભઈ સાચો.

##################################

 

December 5th 2012

સ્નેહની શીતળતા

.                  સ્નેહની  શીતળતા

તાઃ૫/૧૨/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ પવનની લહેર મળતાં,દીવસ મહેંકી જાય
શાંન્તિ આવી મનનેમળતાં,સ્નેહ શીતળ થઈ જાય
.             ………………….શીતળ પવનની લહેર મળતાં.
લાગણી કેરા વાદળ ઘુમતાં જ,પ્રેમની વર્ષા અનુભવાય
ના માયાના બંધન રહે દેહને,નેજીવને શાંન્તિ અડી જાય
પ્રભુકૃપાએ અણસાર મળે,જે સાચો ભક્તિમાર્ગ દઈ જાય
ઉજ્વળતાના સોપાન મળતાં,માનવ જીવન મહેંકી જાય
.              …………………..શીતળ પવનની લહેર મળતાં.
અનેક રૂપે સંગાથ મળે દેહને,જે સૌ કામ સરળ કરી જાય
પ્રેમની પાવન જ્યોત જલતાં,જીવનમાં ઉજાસ મળી જાય
સરળતાના વાદળ ઘેરાતા,શીતળ સ્નેહની વર્ષા થઈ જાય
મનની માગણી કોઇ નારહેતાં,ઉજ્વળ આજીવન થઈ જાય
.                …………………..શીતળ પવનની લહેર મળતાં.

===============================

December 3rd 2012

માડીની મહેંર

.

 

 

 

.

 

 

 

 

 

 

.

.

.                          માડીની મહેંર

તાઃ૩/૧૨/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારી મહેંર વરસતાં,જીવને સુખ સાગર મળી જાય
નિર્મળતાનો સંગ મળતાં,માડી તારી ભક્તિ પ્રેમથી થાય
.                    …………………….માડી તારી મહેંર વરસતાં.
મનમંદીરના દ્વાર ખુલતાં તો,પ્રદીપનું  જીવન મહેંકી જાય
ભક્તિ સાચી મનથીકરતાં,અવનીથી જીવનો ઉધ્ધાર થાય
માડી તારીકરુણા વરસતાં,જીવનમાં ઉજ્વળતા આવી જાય
આધીવ્યાધી નાઆવે બારણે,એજ માડી કૃપા તારી કહેવાય
.                      ……………………માડી તારી મહેંર વરસતાં.
સરળ જીવનમાં મળે સંગ તારો,જીવને અનુભવથી સમજાય
જન્મ મૃત્યુના બંધન છુટે જીવના,એજ કૃપા મા તારી કહેવાય
અનેક રૂપે અવનીએ આવીને,જીવની જ્યોત પ્રગટાવી જાય
માડી તારી એજ મહેંક છે,જે જીવને જન્મમરણથી છોડી જાય
.                      …………………….માડી તારી મહેંર વરસતાં.

=======================================

December 3rd 2012

શીતળ કેડી

.                        શીતળ કેડી

તાઃ૩/૧૨/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતાં જીવને અવનીએ,અનેક કેડીઓ મળી જાય
ભક્તિપ્રેમની નિર્મળ કેડીએ,મળેલ જન્મસફળ થઈ જાય
.              ………………….જન્મ મળતાં જીવને અવનીએ.
આગમનના એંધાણ મળતાં,માતાને અનંત આનંદ થાય
સંતાનના દેહને નિરખતાં,માબાપના  હૈયા  ઉભરાઈ જાય
પાપા પગલીએ બાળકને,સંસારમાં શીતળ કેડી મળી જાય
આશીર્વાદ અંતરથી મળતાં,આ મળેલ દેહ આનંદે ઉભરાય
.                  …………………જન્મ મળતાં જીવને અવનીએ.
મનથી મહેનતનો સંગ રાખતાં,જીવને રાહ સાચી મળી જાય
સરળતાનો સાથ રહેતાં જ,દેહથી થતાં કામ સફળ થઈ જાય
માયામોહની ના કાતરચાલે,એ ઉજ્વળરાહ જીવનેમળી જાય
મળે પળેપળ શીતળતા જીવનમાં,સાચી એ જ કેડી સમજાય
.                  ………………….જન્મ મળતાં જીવને અવનીએ.

+++++++++++++++++++++++++++++++++

December 2nd 2012

આફત આવે

.                       આફત આવે

તાઃ૨/૧૨/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવે આફત દોડી જીવનમાં,જ્યાં મોહમાયા પકડાય
ઘરમાં આવે આફત દોડી,જ્યાં મનથી ભક્તિ નાથાય
.               …………………આવે આફત દોડી જીવનમાં.
જીવને મળતી કાયા જગે,ત્યાં પળપળનેના સચવાય
યુગના બંધન દેહને મળે,ક્યાંથી ક્યાં ક્યારે લઇ જાય
અદભુતછે આલીલા પ્રભુની,ના જગે કોઇથી સમજાય
ક્યારે આવે આફત દોડી,જગતમાં જીવને અડકીજાય
.              …………………આવે આફત દોડી જીવનમાં.
નિર્મળતાની સંગે ચાલતા,માનવી જીવન જીવી જાય
અવનીપર ના કોઇ અણસાર મળે,ક્યારે શુ થઈ જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં.આવતી આફત થી બચાય
મળીજાય કૃપા જલાસાંઇની,તો જન્મ સફળ થઈજાય
.            ……………………આવે આફત દોડી જીવનમાં.

===================================

« Previous PageNext Page »